એક ખાસ નોટ સાથે રાજકુમાર રાવ અને પત્રલેખાએ મહેમાનોને મોકલી લગ્નની મીઠાઈ,

બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ હાલમાં જ સાત ફેરા લઈને એકબીજાને પોતાના જીવનસાથી બનાવ્યા છે. આ લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. આ સાથે જ ફેન્સ સહિત સેલેબ્સે સોશિયલ મીડિયા પર અભિનંદનનો પૂર વહેતો કર્યો. પરંતુ જે સેલેબ્સ અને મિત્રો બંને લગ્ન સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. તેમના માટે આ નવા કપલે લગ્નના લાડુ સાથે એક ખાસ નોટ મોકલી છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મસાબાએ શેર કર્યો ફોટો

image soucre

રાજકુમાર રાવની મિત્ર અને જાણીતી ડિઝાઇનર મસાબા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ મોતીચૂર લાડુ સાથે તેના માટે વ્યક્તિગત નોટ મોકલી છે. નોટમાં પરણિત યુગલે લખ્યું છે કે ‘આખરે અમે કરી બતાવ્યું. અમને તમને જણાવતા આનંદ થાય છે કે 11 વર્ષ સુધી એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ રહ્યા બાદ અમે ચંદીગઢમાં લગ્ન કરી લીધા છે.

image soucre

સંજોગોને કારણે તમે અમારા ખાસ દિવસે અમારી સાથે ન હતા. એટલા માટે અમે આ ખાસ ગિફ્ટ મોકલી રહ્યા છીએ જેથી કરીને તમે અમારી સાથે તેની ઉજવણી કરી શકો. પ્રેમ પત્રલેખા અન રાજકુમાર
મસાબાએ લખ્યો મેસેજ

image soucre

મસાબાએ રાજકુમાર રાવ અને પત્રલેખાની આ ખાસ ગિફ્ટનો ફોટો શેર કરીને લખ્યું છે કે બે સુંદર લોકો એકસાથે. મુબારક હો

રાજકુમાર રાવના લગ્નનો વિડીયો

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

રાજકુમાર રાવ અને પત્રલેખાએ હાલમાં જ તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં રાજકુમાર રાવ કહેતા જોવા મળે છે કે ‘પત્રલેખા અમે એકબીજાને કહેતા રહેતા હતા પરંતુ આપણે સોલમેટ છીએ અને હું તેમાં માનું છું. મારી પત્ની બનવા બદલ આભાર. તો, તેમની પત્ની એટલે કે પત્રલેખા કહેતી જોવા મળી રહી છે કે ’11 વર્ષ થઈ ગયા પણ લાગે છે કે હું તમને જન્મોથી ઓળખું છું’.

11 વર્ષથી છે સાથે

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

રાજકુમાર રાવ અને પત્રલેખા વર્ષ 2010 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રાજકુમાર રાવે પહેલીવાર પત્રલેખાને એક એડ ફિલ્મમાં જોઇ હતી, ત્યારથી તે પત્રલેખાને પસંદ કરવા લાગ્યો હતો. જ્યારે પત્રલેખાએ રાજકુમાર રાવને ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોકા’માં જોયો હતો. જે બાદ તેની સામે રાજકુમારની ઈમેજ સારી નહોતી બની.