રાજકુમારનો આ વિડીયો હાલમાં થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ, જો તમે એક વાર જોશો તો વારંવાર થશે જોવાનું મન

મિત્રો, આ લેખના શીર્ષક પરથી તમને ખ્યાલ તો અવશ્યપણે આવી ગયો હશે કે, આજે આ લેખમા આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ તેમછતા જણાવી દઈએ કે, આજે આપણે બોલીવૂડ ફિલ્મજગત સાથે સંકળાયેલા એક ખુબ જ દિગ્ગજ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમની ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકોને મોઢે છે, તો ચાલો જાણીએ.

image source

આ અભિનેતાએ પોતાના અભિનયથી સારા-સારા લોકોની બોલતી બંધ કરી દીધી હતી. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ફિલ્મઉદ્યોગને અનેકવિધ શ્રેષ્ઠ ફિલ્મો આપી હતી. પાકિઝા, લાલ પથ્થર, વક્ત, જવાબ, મર્યાદા, હીર રાંજા, હમરાઝ, મધર ઇન્ડિયા, કર્મયોગી એવી તો કેટલીય ફિલ્મો છે, જેના નામ લખી-લખીને અમે થાકી જઈશુ પરંતુ, આ યાદીનો અંત નહિ આવે.

image source

આ ફિલ્મોમા રાજકુમારે પોતાના જબરદસ્ત ડાયલોગથી લોકોને દીવાના કરી દીધા છે, જે આજે પણ લોકોની જીભ પર વળગેલા છે. આજે અમે તમને આ ફિલ્મના અમુક શ્રેષ્ઠ ડાયલોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને ફરી એ સમયમા પાછા લઇ જશે અને તમને સમજણ પડશે એ ઊંડાણની કે જે દરેક અભિનેતાની અંદર હોવુ જોઈએ.

રાજકુમાર હજી પણ એ દિગ્ગજ કલાકારોમાના એક કલાકાર છે કે, જેને યુટ્યુબ અથવા ગૂગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કરવામા આવી રહ્યા છે. અહી અમે તમને એક એવા વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે નવેમ્બર મહિનામાં જ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

image source

તમને આ વાત સાંભળીને આશ્ચર્ય અવશ્ય થશે કે, આ બે મહિનામા આ વીડિયોને ૧૧૨ લાખ કરતા પણ વધુ વખત જોવામા આવી ચુક્યો છે. આ પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, આ અભિનેતાની લોકપ્રિયતા કેવી હશે? તે ૧૯૫૨નુ વર્ષ હતુ અને ૬૦ ના દશકાની વાત હતી, જ્યારે તેમની પ્રથમ ફિલ્મ રંગીલી રિલીઝ થઈ હતી અને તેમની છેલ્લી ફિલ્મ સાહિબ બહાદુર રાઠોડ હતી કે, જે વર્ષ ૧૯૯૫મા રિલીઝ થઈ હતી.

image source

બોલીવૂડ ફિલ્મજગતના આ દિગ્ગજ અભિનેતા રાજકુમાર લગભગ ચાર દાયકા સુધી હિન્દી સિનેમામા કાર્યરત હતા અને આ સમય દરમિયાન તેમણે અનેકવિધ સુપરહિટ ફિલ્મો કરી હતી કે, જેની યાદી કરવી જ અશક્ય છે. ૯૦ ના દશકામા તેમનુ જે પ્રભુત્વ હતુ, તે વર્ષ ૧૯૯૧મા રિલીઝ થયેલી ફિલ્મ સૌદાગરથી જોઈ શકાય છે.

image source

સૌદાગર પછી તેમની ફિલ્મ તિરંગા પણ રીલીઝ થઇ હતી, જે પણ જબરદસ્ત હિટ રહી હતી. તેમા કોઈ જ પ્રકારની શંકા નથી કે, રાજકુમાર એ એવા કલાકારોમાના એક કલાકાર છે કે, જેમનુ નામ ગઈકાલે પણ લેવાતુ હતુ, આજે પણ લેવાય છે અને આવતીકાલે પણ લેવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!