રાજ્ય કુન્દ્રા કેસમાં શિલ્પાએ આપ્યું મહત્વનું નિવેદન, સોશિયલ મીડિયા પર કહ્યું ‘ મે ભુલ કરી પણ…’

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા એક મહિનાથી વધુ સમયથી પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. આ ઘટના પછી લાંબા સમય સુધી શિલ્પા શેટ્ટીએ તેના કામથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયા અને ચાહકોથી પણ અંતર જાળવી રાખ્યું. પરંતુ તાજેતરમાં અભિનેત્રીએ તેના શો ‘સુપર ડાન્સર 4’ માં કમબેક કર્યું અને હવે તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ થઈ છે અને તેના ચાહકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેના પછી તેણે પતિની ભુલ સ્વીકારી લીધી હોવાની ચર્ચાઓ તેજ થઈ છે.

image source

શિલ્પા શેટ્ટીએ શેર કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આડકતરી રીતે પોતાની ‘ભૂલ’ સ્વીકારી છે. પતિ રાજ કુંદ્રા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિલ્પાએ એક પુસ્તકના પેજનો ફોટો શેર કર્યો છે. જેની કેટલીક પંક્તિઓ દ્વારા ચાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. અભિનેત્રીએ શેર કરેલા પેજમાં લખ્યું છે કે, ‘ભુલ એ લેણાંનો એક ભાગ છે, જે આપણે આખી જિંદગી ચૂકવતા રહીએ છીએ.’

image soucre

શિલ્પા શેટ્ટીએ શેર કરેલા પેજમાં આગળ લખ્યું છે કે, ‘આપણમાંથી કોઈપણ ભૂલ કર્યા વગર જીવનને રોમાંચક બનાવી શકતા નથી. આપણે આશા રાખી શકીએ કે આપણી ભૂલો એવી ન હોય કે જેનાથી અન્ય લોકોને દુ :ખ થાય પણ ભૂલો થશે. આપણે ભૂલોને એવી વસ્તુઓ તરીકે જોવાનું વલણ ધરાવીએ છીએ જે આપણે ભૂલી જવા માંગીએ છીએ. અથવા જે સૌથી રસપ્રદ અને પડકારજનક અનુભવોથી ભરેલી છે. હું પણ ભુલ કરવા જઈ રહી છું. હું ખુદને પણ માફ કરી દઈશ અને તેમાંથી શીખીશ ”

image source

શિલ્પા શેટ્ટીએ આ પહેલા પણ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જીવનમાં પોઝ બટન પ્રેસ કરી શકવાની અને સ્ટ્રેસફૂલ તથા ટેન્શનવાળા સમયને ટાઈમ આઉટ કરવાની વાત કરી હતી. આ સિવાય તેણે એક પોસ્ટમાં એક પુસ્તકના એવા પેજને દર્શાવ્યું હતું જેમાં તેણે ગુસ્સા અને ડર વિશે વાત કરી હતી.

image source

મહત્વનું છે કે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ થયા બાદ પહેલીવાર શિલ્પા શેટ્ટીના દીકરાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે સતત લાઈમ લાઈટમાં રહેતી હતી પરંતુ હવે તે વિવાદોમાં ઘેરાઈ છે. આ વિવાદના કારણે તેણે લાંબા સમય સુધી તેના શોમાંથી પણ બ્રેક લીધો હતો.