10 ઓગસ્ટે થશે રાજ કુન્દ્રા અને રયાન થોરપેની જામીન યાચીકા પર સુનાવણી

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે રાજ કુન્દ્રા અને રેયાન થોરપેની જામીન યાચીકાઓ પર 10 ઓગસ્ટના રોજ સુનવણી થશે. ગુરુવારે બન્નેની જામીન યાચીકા પર પોલીસને નોટિસ મોકલી દેવામાં આવી છે.

image soucre

રાજ કુન્દ્રા અને એમના સહયોગી અને રયાન થોરપે આ સમયે ન્યાયિક હીરાસ્તમાં છે. રાજ કુન્દ્રાને પોર્ન વિડિયોઝ બનાવવા માટે અને એને એપ્સ પર ડાઉનલોડ કરવાના આરોપમાં મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે એમને અરેસ્ટ કર્યા છે. એટલું જ નહીં મુંબઈ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજના ઘરે છાપો માર્યો જ્યાં એમને સર્વર અને લગભગ 70 અશ્લીલ વિડિયોઝ પણ મળ્યા. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં સામે આવવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચી ગઇ છે.

image soucre

મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ સતત આ કેસમાં તપાસ કરી રહી છે અને રોજે રોજ આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે કોર્ટમાં કહ્યું છે કે રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મના નિર્માણ તેમજ વેપાર કરીને લગભગ 1. 17 કરોડ રૂપિયા કમાયા છે અને આ રૂપિયા એમને ઓગસ્ટ 2020થી લઈને ડિસેમ્બર 2020 વચ્ચે જ કમાયા છે. રાજ કુન્દ્રા છેલ્લા લાંબા સમયથી પોતાના અરેસ્ટને ખોટું ઠેરવી રહ્યા હતા પણ એ દરમિયાન કોર્ટે એમને કોઈપણ પ્રકારની કોઈ રાહત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

image soucre

પોલીસે આ કેસમાં પહેલી ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે જેમાં રિવાજ કુન્દ્રાના એડલ્ટ ફિલ્મ બિઝનેસને લઈને ફરી નવો ખુલાસો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રાએ કંપની માટે એક ટાર્ગેટ સેટ કર્યો હતો. એ વર્ષ 2023 સુધી આ ફિલ્મો દ્વારા 34 કરોડ રૂપિયા કમાવવાનો ગોલ લઈને ચાલી રહ્યા હતા. એ પહેલાં પણ એક ખુલસામાં ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે રાજ કુન્દ્રા લગભગ 9 કરોડ રૂપિયામાં ઘણા વિડિયોઝ વેચવાની ડિલ પણ કરી ચુક્યા હતા.

image soucre

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ પોર્નોગ્રાફી રેકેટ ચલાવવા માટે મુંબઈમાં મલાડ વેસ્ટના મઢગાવમાં એક બંગલો ભાડે લેવાયો હતો જ્યાં અશ્લીલ ફિલ્મોનું શુટિંગ ચાલતું હતું. એટલે સુધી કે જ્યારે પોલીસે અહીં રેડ મારી ત્યારે પણ અશ્લીલ ફિલ્મોનું શુટિંગ ચાલુ હતું. આ અશ્લીલ ફિલ્મો અને વીડિયોને એક નહીં અનેક સાઈટ્સ પર અપલોડ કરાતા હતા અને ધરખમ પૈસા ઊભા કરાતા હતા.