Site icon News Gujarat

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની કસ્ટડી લંબાવાઈ, વધુ 14 દિવસ સુધી રહેશે રિમાન્ડ પર

પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલ્યા છે. તેના પર પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાનો અને મોબાઈલ એપ દ્વારા તેને ફેલાવવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાની અને તેને એપ્સ દ્વારા અપલોડ કરવા અંગે ખુલાસો કર્યો હતો. જોકે આ કેસ સાથે સંબંધિત વધુ માહિતી મેળવવા માટે મુંબઈ પોલીસે રાજ કુંદ્રા માટે 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે મુંબઈ પોલીસની વિનંતીને નકારી દીધી હતી.


અગાઉ કોર્ટે રાજ કુંદ્રાને 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ રાજ સાથે તેમના ઘરે ગઈ હતી અને આ મામલે તપાસ કરી હતી. આ સાથે તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે ફરી એકવાર રાજ કુંદ્રાની કંપની વીઆનની તલાશી લીધી હતી. ક્રાઇમ બ્રાંચે અંધેરી વેસ્ટ સ્થિત આ કંપનીમાંથી એક લોકર મેળવ્યું છે, જે છુપાવી રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકરમાંથી ઘણા વ્યવસાયિક દસ્તાવેજો અને ક્રિપ્ટો કરન્સી મળી આવી છે.


રાજ કુંદ્રાની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસ રાજ સાથે તેમના ઘરે પહોંચી ત્યારે બંને પતિ-પત્નીએ લાંબા સમય સુધી દલીલ કરી હતી અને તે પછી શિલ્પા પોતાને રોકી શકી ન હતી અને તે પોલીસની સામે ખુબ જ રડવા લાગી હતી. પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધતી વખતે પણ શિલ્પા ખૂબ ભાંગી પડી હતી.

જ્યારે શિલ્પાને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેના પતિ રાજે કોઈ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવી નથી. મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે કારણ કે શિલ્પા વીઆન ઇન્ડસ્ટ્રીઝની ડિરેક્ટર હતી અને ગયા વર્ષે જ રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં, શિલ્પાને ફરીથી ઉદ્યોગથી સંબંધિત માહિતી એકઠી કરવા માટે પૂછપરછ કરી શકાય છે.


તમને જણાવી દઈએ કે, આ મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાને પોર્નોગ્રાફીના કેસમાં મુખ્ય આ ખરાબ કાર્ય કરનાર તરીકે નામ આપ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તેમની સામે પૂરતા પુરાવા છે. આ સાથે રાજ કુંદ્રાના પૂર્વ સહાયક ઉમેશ કામતનું નામ પણ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હજી સુધી અનેક ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજ કુંદ્રા સહિત તેના આઈટી હેડ રાયન થોર્પ પણ શામેલ છે.

આ કેસ પૂરું પત્યો નથી, ઘણા લોકોનું કહેવું છે કે આમાં હજુ ઘણા નામો સામે આવી શકે છે. એ માટે અત્યારે રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જેથી પોલિશને આ વિષે વધુ જાણકારી મળે અને દરેક ગુનેગાર પકડાય.


પોલિશને રાજ કુંદ્રા સામે ઘણા પુરાવા મળ્યા છે, છતાં તે લોકોને શંકા છે કે આ અંગે વધુ જાણકારી મળી શકે છે. રાજ કુંદ્રાનું નામ આ રીતે સામે આવવાથી દરેકને આંચકો લાગ્યો છે, કારણ કે અત્યાર સુધી તેનું નામ મોટા ઉદ્યોગપતિમાં આવતું હતું અને અચાનક આવા ખરાબ કાર્યોમાં મુખ્ય તરીકે રાજ કુંદ્રાનું નામ સાંભળતા દરેકને આંચકો લાગ્યો છે.

Exit mobile version