રાજની પહેલી પત્ની કાવ્યા પ્રેગનન્ટ થઈ તે સમયે તેણે કર્યું શિલ્પા સાથે અફેર, અમીર બિઝનેસમેનની પુત્રી છે કાવ્યા

ધનવાન ઉદ્યોગપતિની દીકરી છે રાજ કુંદ્રાની પ્રથમ પત્ની, કવિતા ગર્ભવતી હતી ત્યારે શિલ્પા સાથે વધારે નિકટતા.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુંદ્રાને એડલ્ટ ફીમ બનાવવાના અપરાધમાં મુંબઈ પોલીસ દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પર આવા આક્ષેપો લાગ્યા પછીથી અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા, રાજ કુંદ્રાની સાથે કેટલીક કંપનીઓમાં બિઝનેસ પાર્ટનર પર છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના નામે ૨૩ કંપની કરવામાં આવે છે તેમના તેમના પતિ રાજ કુંદ્રા પોતે ૯ કંપનીઓની માલિકી ધરાવે છે.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાને આજે કોઈ ઓળખની જરૂરિયાત છે નહી કેમ કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા પોતાના હીટ ફિલ્મી કરિયરના લીધે જાણીતી છે. ત્યાર બાદ વર્ષ ૨૦૦૯માં લંડનમાં રહેતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની સાથે લગ્ન કરી લીધા. નોંધનીય બાબત એ છે કે, લંડનમાં રહેતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પહેલેથી જ પરિણીત હતા. તેમજ ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પ્રથમ પત્ની બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે તેવી ખુબસુરત છે. રાજ કુંદ્રા લંડનમાં રહેતા ભારતીય મૂળના એક મોટા ઉદ્યોગપતિ છે. વર્ષ ૨૦૦૪માં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ બ્રિટનના ૧૯૮ સૌથી અમીર વ્યક્તિઓની રેન્કિંગમાં પોતાનું સ્થાન મેળવ્યું.

image source

ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરતા પહેલા કવિતા સાથે લગ્ન કરી લીધા હતા. પણ સંબંધમાં તકરાર થવાના લીધે વર્ષ ૨૦૦૬માં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ કવિતાને છૂટાછેડા આપી દીધા હતા. એવું કહેવામાં આવે છે કે, ત્યાર બાદ કવિતાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને કવિતાને એક દીકરી પણ છે. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા મુજબ, કવિતાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પોતાના છૂટાછેડા માટે સ્પષ્ટ રીતે દોષિત ગણાવી દીધી હતી.

image source

ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પરફ્યુમ બ્રાંડના પ્રમોશન કરવા માટે મદદ કરી. આ સમય દરમિયાન રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી મીડિયાની નજરે ચડી ગયા. જેનાથી તેમની લવસ્ટોરી અંગે ચર્ચા થવા લાગે છે. શિલ્પા શેટ્ટીની માતાએ પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર લગ્ન કરી લેવા માટે દબાણ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી એકબીજાને વધારે મળવા લાગે છે. એવું જાણવા મળ્યું છે કે, જે સમયે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાનું અફેર શિલ્પા શેટ્ટી સાથે થયું હતું ત્યારે રાજ કુંદ્રાની પત્ની કવિતા ગર્ભવતી હતી. રાજ કુંદ્રાએ પત્ની કવિતાની ડીલીવરી થઈ ગયા બાદ પત્ની કવિતાને છૂટાછેડા આપી દીધા હતા.

image source

રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની વધતી જતી નિકટતા જોઈને રાજની પત્ની કવિતા ખુબ જ ગુસ્સે થઈ હતી અને કવિતાએ શિલ્પા શેટ્ટી પર દોષારોપણ કરવાનું શરુ કરી દીધું હતું. એવી પણ માહિતી મળી હતી કે, કવિતાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ઘર તોડનારી કહી દીધી હતી. કવિતા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, દીકરી ડેલીનાના જન્મ થયાના ફક્ત બે મહિના બાદ રાજ કુંદ્રાએ તેમને છૂટાછેડાની નોટીસ આપી દીધી હતી.