આ મિત્રના કારણે રજનીકાંત બની ગયા સુપર સ્ટાર, આ સિક્રેટ વાત જાણીને તમને પણ લાગશે નવાઇ

દક્ષિણ ભારતના સુપર સ્ટાર એવા રજનીકાંતનો જન્મ વર્ષ 1950માં 12 ડિસેમ્બરના રોજ બેંગલુરુમાં થયો હતો. એમના પ્રત્યેની લોકોની દીવાનગી એ હદ સુધી છે કે ત્યાંના લોકો એમને ભગવાન માને છે. રજનીકાંતની ફિલ્મો સવારે સાડા ત્રણ વાગ્યામાં જ રિલીઝ થઈ જાય છે. કુલીમાંથી સુપર સ્ટાર બનનારા રજનીકાંત ક્યારેય અહીંયા સુધી ન પહોંચી શકતા જ એમના મિત્ર રાજ બહાદુરે એમના અભિનેતા બનવાના સપનાને જીવતું ન રાખ્યું હોત તો.

image source

પોતાના પિતા રામોજી રાવના ચાર બાળકોમાં શિવાજી રાવ ગાયકવાડ એટલે કે રજનીકાંત સૌથી નાના હતા. જ્યારે એ પાંચ વર્ષના હતા ત્યારે જ એમની માતા જીજાબાઈનું નિધન થઈ ગયું હતું. ઘરની સ્થિતિ ખરાબ થઈ રહી હતી જેના કારણે રજનીકાંતને કુલીનું કામ પણ કરવું પડ્યું હતું. જ્યારે એ મોટા થયા તો બસમાં કંડકટરની નોકરી કરવા લાગ્યા હતા.

image source

રજનીકાંત પહેલથી જ અભિનેતા બનવા માંગતા હતા. એમના આ જ સપનાંને એમના મિત્ર રાજ બહાદુરે જીવતું રાખ્યું હતું અને એમને જ રજનીકાંતને મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે કહ્યું. દોસ્તના કારણે જ રજનીકાંત આગળ વધતા ગયા અને પછી ફિલ્મોમાં કામ કરવા લાગ્યા.

રજનીકાંતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ અપૂર્વા રાગનગાલથી કરી હતી. એ ફિલ્મમાં એમના સિવાય કમલ હાસન અને શ્રીવિદ્યા જેવા મોટા કલાકારોએ પણ કામ કર્યું હતું. રજનીકાંતે પોતાના કરિયરના શરૂઆતના દિવસમાં ઘણી નેગેટિવ ભૂમિકાઓ ભજવી હતી.

image source

પહેલીવાર રજનીકાંતે ફિલ્મ ભુવન ઓર કેલ્વિકુરીમાં હીરોની ભૂમિકા ભજવી હતી. એમની ફિલ્મ બીલ્લા બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી અને એ ફિલ્મેં જ રજનીકાંતને લોકોની નજરમાં આગળ લાવી દીધા. વર્ષ 1983માં એમને બોલીવુડમાં પગ મૂક્યો હતો. એમની પહેલી ફિલ્મ અંધા કાનૂન હતી. રજનીકાંતે એ પછી ફક્ત સફળતાની સીડીઓ જ ચડી. આજે એ દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર કહેવાય છે.

image source

રજનીકાંતે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ‘કબાલી’, ‘2.0’ અને ‘કાલા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મોએ તેમને એશિયાનો સૌથી મોંઘો હીરો બનાવ્યા. પરંતુ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘દરબાર’ એ તેની ફીઝ પર ભારે અસર કરી છે. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, રજનીકાંતે ‘દરબાર’ માટે 118 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ ફિલ્મ ફ્લોપને કારણે તેમને 58 કરોડની અડધી રકમ જ મળી.

image source

રજનીકાંત ફી ફી કાપવાની તરફેણમાં નહોતા, પરંતુ ફિલ્મ ‘દરબાર’ ‘ફ્લોપ’ થતા તેના ડિરેક્ટર એ.આર. મુરુગાદાસને 70 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. મુરુગાદાસ અને રજનીકાંતે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લગભગ 25 વર્ષ પછી, મુરુગાદાસે રજનીકાંતને પોલીસની ભૂમિકા આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત