સુપરસ્ટાર રજનીકાંતના ફેન્સ આ સમાચાર સાંભળીને થઇ જશે દુખી-દુખી, કોરોના રિપોર્ટ…

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત અચાનક લથડી છે. જાણવા મળ્યાનુસાર તેમને બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થયા પછી તાત્કાલિક હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુધી રજનીકાંત ફિલ્મ ‘અન્નાથે’નું શૂટિંગ કરી રહ્યા હતા. તેને બંધ કરાયું હતું કારણ કે આ ફિલ્મના ક્રૂના 8 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી રજનીકાંત પણ આઈસોલેશનમાં હતા.

image source

ત્યારબાદ તેમને બીપીની સમસ્યા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એપોલો હોસ્પિટલે રજનીકાંતની તબિયત અંગે સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, રજનીકાંતને હાલ કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી, પરંતુ તેમના બ્લડ પ્રેશરમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડોકટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. રજનીકાંત સ્વસ્થ થશે ત્યાર પછી જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

image source

છેલ્લા 10 દિવસથી રજનીકાંત તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે ફિલ્મના સેટ પર કેટલાક લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર પછી રજનીકાંતે 22 મી ડિસેમ્બરે તેનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તેમ છતાં તે આઈસોલેશનમાં હતા.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ અન્નાથેનું શૂટિંગ કોરોનાના કારણે લગભગ 9 મહિના માટે બંધ કરાયું હતું. 9 મહિના બાદ 14 ડિસેમ્બરથી જ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં તેનું શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સિરુથઈ સિવા કરી રહ્યા છે. આ ફિલ્મમાં નયનતારા અને કીર્તિ સુરેશ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે

image source

તાજેતરમાં રજનીકાંતે રાજકીય પક્ષની રચના કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તમિલનાડુ વિધાનસભા ચુંટણી માટે ચુંટણી પંચે યાદી બનાવી સંકેત આપ્યા હતા કે સુપરસ્ટાર રજનીકાંત સંગઠનને મક્કલ સેવઈ કાચી કહી શકાય છે. થોડા દિવસો પહેલા ચુંટણી પંચે એપ્રિલ-મે 2021માં થનાર ચુંટણીના પ્રતિક સાથે નોંધાયેલી નવી પાર્ટીના નામ જાહેર કર્યા હતા. તેમાં રજની મક્કલ મંડલમને તૂતીકોરિન સચિવ એન્થોની સ્ટાલિને મક્કલ સેવઈ કાચી નામથી નોંધાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત