રજનીકાંતની ‘શિવાજી ધ બોસ’ ફિલ્મનાં એક્ટર વિવેકનું 59 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી નિધન, બે દિવસ પહેલાં કોરોના વેક્સિનનો લીધો હતો પહેલો ડોઝ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિવેકે 59 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું છે, લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના સમાચાર હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવ્યા છે. જણાવીએ કે, મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે અભિનેતાનું સવારના 4:30 વાગ્યે અવસાન થયું છે. વિવેક સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એ ચહેરો હતો જેણે પોતાના અભિનય અને જબરદસ્ત કોમેડી ટાઈમિંગથી દર્શકોને મનોરંજન આપ્યું હતું. શુક્રવારે હાર્ટ એટેક આવ્યા બાદ ગઈકાલે વિવેકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

image source

રજનીકાંત સહિત ઘણા કલાકારો અને નેતાઓએ વિવેકની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી, પરંતુ તેમણે આ દુનિયા છોડી દીધી, વિવેકના નિધનથી સાઉથ ઈન્ડસ્ટ્રીને મોટુ નુકશાન થયું છે. વિવેકના નિધનથી તેમના પરિવારથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી શોક પ્રસરી ગયો છે, અભિનેતા સત્યરાજથી લઈને ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને નેતાઓએ વિવેકના નિધન પર ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

image source

રજનીકાંતે વિવેકના અવસાન પર એક પોસ્ટ લખી હતી જે તેલુગુ ભાષામાં છે, રજનીકાંતે લખ્યું હતું- સામાજિક કાર્યકર્તા અને મારો નિકટના મિત્ર વિવેકના નિધનથી હું ખુબ જ દુખી છું, હુ શિવાજી ફિલ્મના શૂંટિંગ સમયે તેમની સાથે ગાળેલા સમયને ક્યારેય નહી ભૂલ શકુ. તેમના કુટુંબ પ્રત્યે મારી ખૂબ દિલથી સંવેદના, તેમના આત્માને શાંતિ મળે. તેવી જ રીતે અનેક ફિલ્મ હસ્તીઓએ પણ સંવેદના વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે તેમને છાતીમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચારથી આખા ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનિય છે કે, શુક્રવારે વિવેક બેભાન થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય કલાકાર વિવેકે ગુરુવારે કોવિડ 19 ને રસી મુકવી હતી.

image source

તો બીજી તરફ તેમના હેલ્થ અંગે જે શુક્રવારે માહિતી સામે હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે હ્રદયની નસમાં 100 ટકા બ્લોકેઝ થવાને કારણે વિવેકને હાર્ટ એટેક આવ્યો હતો અને આ સમયે તેની સ્થિતિ નાજુક બની ગઈ હતી. તો બીજી તરફ તેમની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું હતું કે કૃત્રિમ ફેફસામાંથી લોહીને નસોમાં લોહી વહેવા દેવા માટે તેને એક્સ્ટ્રાકોર્પોરિયલ પટલ ઓક્સિજનકરણ (ઇસીએમઓ) મૂકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઇસીએમઓ હૃદય અને ફેફસાના શરીરની બહારથી કાર્ય કરે છે. તો બીજી તરફ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય કલાકારની તબિયત પર આગામી 24 કલાક નજર રાખવામાં આવશે અને તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગુરુવારે તેમને અપાયેલી કોરોના રસી સાથે તેની અચાનક કથળતી તબિયત સાથે કંઈ લેવાદેવા નથી. જો કે ડોક્ટરના અથાગ પ્રયત્ન છતા તેમને બચાવી શકાયા ન હોતા.

image source

તો બીજી તરફ વિવેકે 15 એપ્રિલે કોરોના રસી લીધી હતી. તે તેના મિત્ર સાથે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતો અને કોરોનાની રસી લીધી હતી અને તેમણે લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ વિવેકને રસી આપવામાં આવી હતી અને 16 એપ્રિલે તેને છાતીમાં દુખાવો થવાને કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ પછી તમિળનાડુના આરોગ્ય પ્રધાન વિજય ભાસ્કરે તેમની બગડતી હાલત પર દુ:ખ વ્યક્ત કરતાં એક ટ્વીટ કર્યું હતું.જો કે ડોક્ટરોના મતે રસી અને તેમના હાર્ટ એટેક અંગે કોઈ સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *