રજનીકાંતનું મૂળ નામ છે શિવાજીરાવ ગાયકવાડ, જો તમે એમના ફેન છો તો ખાસ જાણી લો આ અજાણી વાતો

ક્યારેક કુલીનું કામ કરતા હતા રજનીકાંત, આજે દુનિયા ભરમાં વાગી રહ્યો છે થલાઈવાનો ડંકો.

ફિલ્મ જગતમાં આમ તો ઘણા કલાકારો છે પણ રજનીકાંત એક એવા કલાકાર છે જેમને એમના ફેન્સ દેવતાની જેમ પૂજે છે. બોક્સ ઓફીસ પર એમની સફળતાની ગાથા અને એમના નામ પર બનતા જોકસ એમની લોકપ્રિયતાની સાબિતી છે.સરકારે હાલમાં જ આ જાણીતા કલાકારને સિનેમાના સર્વોચ્ચ સમ્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે.

image source

70 વર્ષના આ અભિનેતાને વાસ્તવિક જીવનમાં ક્યારેય પોતાનો દેખાવ ન બદલવા અને ઘટતા જતા વાળને ક્યારેય ન છુપાવી સહજતાથી રહેવા માટે જાણવામાં આવે છે. પહેલા કુલી અને પછી બસ કંડક્ટરના રૂપમાં કામ કરતા રજની ફિલ્મો સુધી પહોંચ્યા અને ધીમે ધીમે એનથરીન અને કાલાજેવી અનેક ફિલ્મો કરીને દક્ષિણ ભારતના મોટા સ્ટાર બની ગયા.

image source

એમની સૌથી ખાસ વાત એ છે કે ભલે લોકોએ એમની ફિલ્મો ન પણ જોઈ હોય, તો પણ એમના અંદાજ, અને એમના વ્યક્તિત્વના ફેન છે. રજનીકાંતની ફિલ્મના રિલીઝ થયા બાદ પહેલો શો જોવા માટે સિનેમાઘરોની બહાર રાતથી જ દર્શકોની લાઈનો લાગી હોય એવા ફોટા પણ બધાએ જોયા છે. એમના અમુક ફેન્સ એમના પોસ્ટરને દુધથી નવડાવે છે તો અમુક એમના કટઆઉટ પર ફૂલની માળા ચડાવે છે અને મૂર્તિ બનાવીને એમની પૂજા પણ કરે છે.

image source

પોતાના ફેન્સની વચ્ચે થલાઈવાના નામેં જાણીતા રજનીકાંતની કોઈ નવી ફિલ્મની ઘોષણા થાય કે પછી એમનો જન્મદિવસ હોય એમના ફેન્સ માટે તહેવાર જેવો હોય છે. જાપાનથી લઈને શ્રીલંકા સુધી એમના ફેન્સની ફોજ છે. ઘણીવાર જ્યારે રજનીકાંતની ફિલ્મો સમીક્ષકો પાસે વધારે વખાણ નથી મેળવી શકતી તો પણ એમનું નામ બોક્સ ઓફીસ પર ફિલ્મોને સફળતા અપાવવા માટે પૂરતું હોય છે. છેલ્લા 5 દાયકાથી એમના નામનો ડંકો દક્ષિણ ભારતમાં જ નહીં પણ બોલીવુડમાં પણ વાગી રહ્યો છે.

image source

બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં જન્મેલા રજનીકાંતનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ છે. એ પોતાના ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના છે. શાળાના દિવસોમાં રમતગમતમાં રુચિ ધરાવનાર રજનીકાંત બેંગલુરુના રામકૃષ્ણ મઠમાં નાટકોમાં ભાગ લેતા હતા. 1956માં એમના પિતાના રિટાયર્ડ થયા પછી આખો પરિવાર બેંગલુરુના હનુમંત નગરમાં આવીને વસી ગયો.ત્યાં રજનીકાંતને કુલીનું કામ મળ્યું અને પછી બેંગલુરુ પરિવહન નિગમની બસોમાં કંડકટરનું કામ મળ્યું. એ પછી એમને પોતાના સાથે ડ્રાઇવર અને મિત્ર રાજ બહાદુરના પ્રોત્સાહિત કરવા પર મદ્રાસ ફિલ્મ એકેડમીમાં અભિનયનો અભ્યાસ કર્યો અને ફિલ્મી દુનિયાના આ મહાન કલાકારની અભિનય યાત્રા શરૂ થઈ.

image source

જાણીતા તમિલ ફિલ્મ નિર્દેશક કે. બાલસચંદ્રની સલાહ પર રજનીકાંત તમિલ ભાષા બોલતા પણ શીખી ગયા અને એમની 1975માં આવેલી ફિલ્મ અપૂર્વ રંગાગલથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. રજનીને પહેલી વાસ્તવિક સફળતા ફિલ્મ મુંડરૂ મૂડીચુથી મળી. શરૂઆતમાં નેગેટિવ પાત્ર ભજવનાર રજનીકાંતે કવિકકુયીલ, સહોદરારા સવાલ અને ચિલકમ્માં ચેપપીંડીમાં પોઝિટિવ પત્રોમાં અભિનય કર્યો. 1980ના અંત સુધી.આ એ દક્ષિણ ભારતની બધી જ ભાષાઓમાં કામ કરી ચુક્યા હતા અને તમિલ સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચુક્યા હતા.

image source

હિન્દી ફિલ્મોમાં પણ એમનો સિક્કો બરાબર ચાલ્યો અને હમ, અંધા કાનૂન, ચાલબાઝ, ભગવાન દાદા અને બુલંદી જેવી ફિલ્મોમાં એમના કામના ખૂબ જ વખાણ થયા. સિગરેટ અને ચશ્માં પોતાના જ અંદાજમાં ઉછાડવા અને પકડવાની એમની અદાકારી જ એમના ફેન્સ વચ્ચે એમની ઓળખ બની ગઈ. એમની અમુક મોટી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અભિનીત ડોનની તમિલ રિમેક બીલ્લા, એનથરીન વગેરે ફિલ્મો પણ છે. રજનીકાંત એક અભિનેતા જ નહીં પણ એક ફિલ્મ નિર્માતા અને સ્ક્રીપટ રાઇટર પણ છે.

image source

રજનીકાંતે વર્ષ 2002માં આવેલી થ્રિલર ફિલ્મ બાબા બનાવી હતી જેને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું પણ જાપાનમાં આ ફિલ્મ ખૂબ જ ચાલી. જ્યારે પણ એમની કોઈ ફિલ્મ વધુ ન ચાલે તો એ પછી એમને બોક્સ ઓફીસ પર પુરજોશમાં પરત ફર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવા જમાનાના ફિલ્મ નિર્દેશકો એસ શંકર, કે એસ રવીકુમાર, પા રંજીત અને એઆર મુરુગદાસે શિવાજી ધ બોસ, લિંગા, કાલા અને દરબાર જેવી ફિલ્મોમાં પોતાના હિસાબે રજનીકાંતના અભિનયના જાદુને બહાર કાઢ્યો. રજનીકાંતે રાજનીતિમાં આવવાની પણ ઘોષણા કરી હતી પણ ગયા વર્ષે ખરાબ સ્વાસ્થ્યના કારણે ચુનાવી રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો.

image source

હાલ એ અન્નાતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. રજનીકાંતની બે દીકરીઓ ઐશ્વર્યા આર ધનુષ અને સૌંદર્યા રજનીકાંત છે. એમની પત્ની લતા રજનીકાંત છે. ઐશ્વર્યાએ પોતાનું પુસ્તક સ્ટેન્ડિંગ ઓન એન એપ્પલ બોક્સમાં લખ્યું છે કે એમના પિતાએ ક્યારેય સુપરસ્ટારની જેમ વર્તન નથી કર્યું. રજનીકાંતને ફિલ્મ જગતના અનેક એવોર્ડ મળ્યા છે.

image source

એમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પણ મળ્યું છે અને હવે સિનેમાના સર્વોચ્ચ સમ્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવશે. એ પહેલાં એ નાગેશ્વર, સત્યજિત રે, ભુપેન હજારીકા, શિવાજી ગણેશન, કે બાલચંદ્ર, લતા મંગેશકર, શ્યામ બેનેગલ, ગુલઝાર અને અમિતાભ બચ્ચન વગેરેને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!