શું તમે જોઇ રંજનીકાંતની આ તસવીર? જેમાં લુંગી-કૂર્તો પહેરીને રજનીકાંત દોડાવી રહ્યા છે ત્રણ કરોડની લેમ્બોર્ગીની…

લુંગી-કૂર્તા પહેરીને રજનીકાંતે ચલાવી ત્રણ કરોડની લેમ્બોર્ગીની – તસ્વીરો થઈ રહી છે વાયરલ – તમે પણ રજનીકાંતના આ અંદાજ પર મોહી પડશો, સોશિયલ મિડિયા પર આજકાલ સાઉથ ઇન્ડિયન સિનેમાના દિગ્ગજ સુપરસ્ટાર અને રાજનેતા રજનીકાંતની કેટલીક તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરોમાં 69 વર્ષિય રજનીકાંતે ચહેરા પર માસ્ક લગાવ્યું છે અને પોતાની લક્ઝરી કાર ચલાવતા જોવા મળ્યા છે. વાયરલ ફોટોમા એક્ટર રસ્તા પર પોતાની ત્રણ કરોડની કિંમતવાળી લેમ્બોર્ગીની દોડાવતા જોઈ શકાય છે. જેને જોઈને દરેક વ્યક્તિ તેમની સ્ટાઇલ પર ફીદા થઈ રહી છે. રજનીકાંતની આ તસ્વીરો સોશિયલ મડિયા પર ધૂમ માચવી રહી છે. જેમાં તેમણે સફેદ કુર્તો અને લુંગી પહેરેલા છે. એક્ટરની તસ્વીરો તે સમયે લેવામાં આવી હતી, જ્યારે તેઓ પોતાના ઘરેથી કેલાંબક્કમ સ્થિત પોતાના ફાર્મ હાઉસ તરફ જઈ રહ્યા હતા.

image source

વાયરલ તસ્વીરમાં રજનીકાંત સ્ટીયરિંગ વ્હીલ પકડેલા જોઈ શકાય છે. જેને જોયા બાદ ટ્વિટર યુઝર્સ તેમના ફેન બની ગયા છે. એક્ટરનો આ અંદાજ જોયા બાદ લોકો તેમની તસ્વીર ખૂબ શેર કરી રહ્યા છે અને ખૂબ બધી કમેન્ટ્સ કરીને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. હાલ ટ્વિટર પર #LioninLamborghiniનો ટ્રેન્ડ પણ ચાલ્યો છે. આ હેશટેગ સાથે રજનીકાંતની આ તસ્વીરો તેમના ફેન્સ શેર કરી રહ્યા છે.

રજનીકાંત મોટા પરદા પર હંમેશા સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા છે, પણ વાસ્તવિક જીવવમાં તેઓ પોતાના વાસ્તવિક લૂકને જ વધારે પસંદ કરતા હોય તેવુ લાગે છે. જો કે આ લેમ્બોર્ગિનીવાળો અંદાજ તેમનો પહેલીવાર તેમના ફેન્સને જોવા મળ્યો છે.

image source

માત્ર તેટલું જ નહીં આ દરમિયાન રજનીકાંત સરકારના નિયમોનું પાલન કરતા પણ જોવા મળ્યા છે. કોરોના વાયરસના કારણે તેમણે કારની અંદર પણ માસ્ક પહેરી રાખ્યો છે. એક્ટરને સરકારના નિયમોનું પાલન કરતા જોઈ યુઝર્સ તેમના વખાણ કરતાં થાકતા નથી.

image source

રજનીકાંતની તસ્વીરો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે, ‘એવું ઘણું ઓછું જેવા મળે છે કે જે ઉપદેશ આપતા હોય તે તેનું પાલન કરતા હોય, કારની અંદર પણ ફેસ માસ્ક પહેરેલા રજનીકાંત.’ તો વળી બીજા યુઝરે લખ્યું છે, ‘રજનીકાંત પોતાને કોરોનાથી બચાવવા માટે સૌથી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. ફેસમાસ્ક લગાવેલો છે અને સીટ બેલ્ટ પણ. પોતાને સુરક્ષિત રાખો.’

આપણા લોકોમાં એવી સમજ હોય છે કે તમારે અમુક સંજોગોમાં અમુક રીતે તૈયાર થવું જોઈએ. જેમ કે તમે બાઇકલ ચાવતા હોવ તો તમારે જીન્સવાળો રફ એન્ડ ટફ લૂક ધરાવવો જોઈએ, જો તમે રોયલ એનફિલ્ડ ચલાવતા હોવ તો તમારે વ્હાઇટ ટીશર્ટ અને કાર્ગો પહેરવું જોઈએ. અને જો તમે રજનીકાંતની જેમ લેમ્બોર્ગીની ચલાવતા હોવ તો તો તમારે સેંકડો વાર વિચારવું પડે કે તમારે શું પહેરવું.

પણ રજનીકાંત પોતાની સાદગી માટે જાણીતા છે, ભલે કરોડોમાં આળોતા હોય તેમણે પોતાના મૂળ ને નથી છોડ્યા અને પોતાના પરંપરાગત વસ્ત્રો એટલે કે લૂંગી-કૂર્તામાં જ તેઓ ત્રણ કરોડની લેમ્બોર્ગીની ચલાવતા જોવા મળ્યા છે. આને કહેવાય સાચા થલાઈવર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત