રાજ્ય સરકારે 5 લાખથી વધુ કર્મચારીઓને આપી દિવાળી ભેટ, આટલા હજાર ફેસ્ટિવલ એડવાન્સ આપવાની કરી જાહેરાત

કોરોનાકાળમાં બધા સેક્ટરમાં આર્થિક મંદી જોવા મળી રહી છે. આર્થિક સંકડામણના કારણે લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. એવામાં બજારમાં તેજી લાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. દિવાળીને ગણતરીનો દિવસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે, જેનો લાભ રાજ્યના 5 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીને સીધો લાભ મળશે. આ માટે અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ કરવામાં આવી છે.

image source

રાજ્ય સરકાર દીપાવલીના પર્વ પર તહેવારોનું વગર વ્યાજનું રૂ 10 હજાર એડવાન્સ ફેસ્ટિવલ આપશે, જેને આગામી 10 મહિનામાં 10 હપતામાં ચૂકવવાનું રહેશે. આ પૈસા તેમના ખાતામાં નાખવામાં આવશે. જેથી લોકો ખરીદી કરી શકે અને માર્કેટમાં મૂવમેન્ટ જોવા મળે.

સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકશે

image source

દિવાળી પર નવા કપડાથી લઈને ઘરેણા, ફર્નિચર સુધીની વસ્તુઓ લેવાની આપણે ત્યાં વર્ષોથી પરંપરા છે. દિવાળી પર્વ પર સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકે એ માટે એડવાન્સ ફેસ્ટિવલ બોનસ આપવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારી કર્મચારીઓ તહેવારોને અનુલક્ષીને ચીજવસ્તુઓ અને મીઠાઈ સહિતની ખરીદી કરી શકે એ માટે નિર્ણય કરાયો છે.

image source

એની સાથે બજારને તેજી આપવાનો અને નાના વ્યાપારીઓને રોજગારીને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને એડવાન્સ ફેસ્ટિવલ બોનસ અપાયું છે.ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

કર્મચારીઓને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા રકમ આપી

image source

સરકારી કર્મચારીઓ પરિવાર માટે ખરીદી કરી શકે એ માટે નિર્ણય લેવાયો છે. કોરોનાના કપરા કાળમાં વેપાર-ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે સરકારે ફેસ્ટિવલ એડવાન્સ બોનસ આપીને કર્મચારીઓને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા અને નાના વેપારીઓને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી રહેશે.આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. કોરોનાકાળની સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. નોંધનીય છે કે ડિજિટલ ટ્રાનઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.

લોકોને ખરીદીમાં સરળતા રહેશે

image source

ગુજરાત સરકારના આ નિર્ણથી દિપાવલીના તહેવારોમાં લોકોને ખરીદીમાં સરળતા રહેશે ઉપરાંત નાના વેપાર-ધંધા રોજગારને વેગ મળશે. કારણ કે ઘણા સમયથી નાના વેપાર ધંધા કરતા લોકો મંદીનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્ર-રાજ્યના અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્થિતીમાં નવી ગતિ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત