રાજ્યમાં સ્કૂલો ખોલવાં અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનું મોટું નિવેદન, કહ્યું….

ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન, કહ્યું અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે…

હાલમાં આખાય દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. એવા સમયે આજે શાળા અને કોલેજોમાં અભ્યાસક્રમને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષમાં ભણાવવામાં આવનાર અભ્યાસક્રમને ઓછો કરવાની વાત કરી હતી. આ સાથે એમણે શાળાઓ ખોલવા અંગે પણ મહત્વની જાહેરાત કરી છે, જેમાં એમણે જણાવ્યું હતું કે શાળાઓ ખોલવા અંગે હજુ વિચારાઈ રહ્યું છે.

image source

શાળાઓ અંગે આરોગ્ય વિભાગનો મત લેવાશે

શાળાઓ શરુ કરવા બાબતે હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળાઓ શરુ કરવાનો નિર્ણય કોઈ પણ સંજોગોમાં ઉતાવળે લેવામાં આવશે નહી. આ અંગે સૌથી પહેલા આરોગ્ય વિભાગનો મત લેવામાં આવશે, ત્યારબાદ એ મતના આધારે જ આગળના નિર્ણય પર વિચારણા કરવામાં આવશે. આ અંગે શાળાઓ શરુ કરવાનું થશે તો પણ સૌથી પહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરુ કરવાનું વિચારવામાં આવશે.

image source

શિક્ષણ શાસ્ત્રીઓ સાથે વેબિનાર દ્વારા ચર્ચા

વર્તમાન સમયે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યની શાળાઓ શરુ કરવા બાબતે હજુ વિચાર વિમર્શ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ શાસ્ત્રીઓ સાથે વેબિનાર યોજ્યો હતો. આ વેબિનાર દરમિયાન શિક્ષણવિદોએ એમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતમાં બાળકો તેમજ શાળાઓની ચિંતા સરકાર કરી રહી છે જે આવકાર્ય બાબત છે. પણ, જ્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ આ હદે વણસી રહી ત્યારે સરકારે પણ શાળાઓ ખોલવાની કોઈ ઉતાવળ કરવીજોઈએ નહિ. તેમ છતાં જો અભ્યાસનો સમય ઓછો રહેતો હોય તો અભ્યાસ ક્રમમાં ઘટાડો કરવા અંગે વિચારના કરી શકાય.

image source

અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે : શિક્ષણ મંત્રી

આપને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગુજરાતમાં વણસી રહી છે. આવા મુશ્કેલ સમયમાં કોરોનાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૦ અને ૨૧ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે જણાવ્યું છે. આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું કે આ વર્ષનો અભ્યાસક્રમ સામાન્ય વર્ષની તુલનામાં ઓછો હશે. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ સામાન્ય વર્ષ જેવું નથી. કોરોનાના કહેર વચ્ચે શાળાઓમાં અભ્યાસ બગડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

image source

ત્યારે આગળના ધોરણમાં જે અભ્યાસ મહત્વનો છે એ જ અભ્યાસ આ વર્ષે ભણાવવામાં આવે એવા નિર્દેશ કરતા જણાવાયું છે, કે આ વર્ષનો સિલેબસ એટલો જ રહેશે જે આગળના વર્ષમાં ઉપયોગી નીવડે. આગળના વર્ષમાં જરૂરી પ્રકરણો સિવાયના પ્રકરણ હટાવવા બાબતે નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે. જો કે સરકાર દ્વારા અભ્યાસક્રમને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળકરવામાં આવશે નહિ.

અભ્યાસક્રમ બાબતે કઈ કઈ રાહત મળશે ?

image source

શિક્ષણ બોર્ડના કેબીનેટની એક અલગ કમિટીની રચના કરવામાં આવી છે. ઉપરાંત કોરોના મહામારીને લઈને અભ્યાસક્રમ પણ આ વર્ષે ઘટાડવામાં આવશે. આ સિવાય અભ્યાસક્રમમાં ૨૦ થી લઈને ૩૦ ટકા સુધીની ઘટાડો કરવામાં આવ્સ્ગે. આ ઘટાડો આગળના વર્ષમાં કામમાં આવતા અભ્યાસક્રમને આધારીત હશે, જેમ કે નાવમાં ધોરણમાં અભ્યાસક્રમમાં ઘટાડો ધોરણ દશમાં શું મહત્વનું નથી એના આધારે કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Bhupendrasinh Chudasama (@imbhupendrasinh) on


આ અભ્યાસક્રમના ઘટાડા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ મહિનામાં કેળવણી કાર સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં નિર્ણય લેવાશે, જો કે અભ્યાસક્રમના સ્વરૂપની કામગીરી GCRTને સોપવામાં આવી છે. આ બધાના નિરીક્ષણ હેઠળ તેમજ શિક્ષણ જગતના નિષ્ણાંતોના અભિપ્રાય લઈને અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત