રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અમદાવાદ સહીત આજે ગુજરાતમાં અનેક જગ્યાએ તોફાની વરસાદ સાથે ધોધમાર વરસાદની હવામાન ખાતાની આગાહી

પાછળના કેટલાક દિવસથી ગુજરાત સહીત સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે, એવા સમયે હવામાન ખાતાની આગાહી પણ આવી રહી છે. પહેલા બે દિવસની હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે હવે ફરી ઓરિસ્સા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર સાયક્લોન સર્ક્યુલેશન ગુજરાત સુધી આવી પહોચ્યું છે, પરિણામે ગુજરતમાં અમદાવાદ સહીત વિવિધ ક્ષેત્રોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આગાહી અંતર્ગત ગત રોજથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

image source

અમદાવાદમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડવાની સંભાવનાઓ

જો કે આગાહી ધ્યાનમાં લેતા વાત કરીએ તો આજનો દિવસ અમદાવાદમાં મેઘ મહેર માટે ભારે રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતના અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જો કે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના વિસ્તારોમાં તંત્રો દ્વારા અલર્ટ આપી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા એલર્ટ સહીત જ આગાહીના પગલે માછીમારોને પણ હાલના સમયમાં દરિયો ના ખેડવા માટે સુચન કરવામાં આવ્યું છે.

image source

આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં ભારે વરસાદ

રાજ્ય ભરમાં ઘણા સમયથી ચોમાસું જ્યારે સક્રિય થયું છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. તો અમુક નદી અને બંધોની સ્થિતિ ભયજનક સ્થિતિએ પહોચી ગઈ હતી. મોસમના પહેલા વરસાદમાં જ ઘણા બંધ ઓવરફલો પણ થયા હતા. જો કે આગાહી પ્રમાણે આજનો દિવસ અમદાવાદ માટે ભારે વરસાદ લઈને આવશે.

image source

અમદાવાદમાં પાંચ ઈંચથી સાત ઇંચ જેટલો વરસાદ ખાબકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જો કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,સોમનાથ, અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

image source

માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સુચન

દક્ષીણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી તેમજ વલસાડ જીલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જો કે આ દમિયાન અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. હવામાન ખાતા દ્વારા મોસમની સ્થિતિને જોઇને દરિયા કિનારામાં અલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે.

image source

હવામાન ખાતાએ શું આગાહી આપી છે

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યભરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે, તેમજ સુરેન્દ્રનગર, દીવ, સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ થઇ શકે છે. દક્ષિણના વિસ્તારો સહીત સુરત, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તંત્ર દ્વારા બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત