રાજ્યસભામાં સાંસદ રહી ચુકેલા અમર સિંહનું ૬૪ વર્ષની વયે નિધન, સમાજવાદી પાર્ટીમાં શોકનો માહોલ

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભામાં સાંસદ રહી ચુકેલા અમર સિંહનું ૬૪ વર્ષની વયે શનિવારની બપોરે એટલે કે ૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અવસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેઓ કિડનીની સમસ્યાને લઈને પાછળના ઘણા સમયથી બીમાર હતા. જો કે દિગ્ગજ નેતાએ આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ ગણાતા અમર સિંહ આખરે પોતના રાજનૈતિક જગતમાંથી વિદાય લઈને આજે પંચતત્વોમાં વિલીન થઇ ગયા.

image source

અમરસિંહના નિધનથી રાજનીતિમાં શોકનો માહોલ

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ ગણાતા નેતાના અવસાનને લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ સિવાય અનેક નેતાઓએ એમના સાથે વિતાવેલા સમય અને એમના દ્વારા કરવામાં આવેલા કર્યોને યાદ કરીને એમને અંતિમ વિદાય પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે એમના રાજનૈતિક કરિયરમાં એમણે અનેક સમાજ હિતના કર્યો કર્યા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શોક વ્યક્ત કર્યો હતો.

image source

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભામાં સાંસદ

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભામાં સાંસદ રહી ચુકેલા અનુભવી, વડીલ અને દિગ્ગજ નેતા અમર સિંહે આજે બપોરે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે એમના અવસાન પહેલાના ઘણા સમયથી જ તેઓ બીમાર હતા. આ વર્ષે માર્ચ મહિનામાં પોતાની કીડની સાથે જોડાયેલી સમસ્યા અને બીમારીના કારણે એમણે સિંગાપુરના મોટા હોસ્પીટલમાં સર્જરી પણ કરાવી હતી. જો કે આ સર્જરી કરાવવા છતાં પણ પણ એમની તબિયત ખાસ રીકવર થઇ ન હતી. આપને જણાવી દઈએ કે અમર સિંહને સમાજવાદી પાર્ટીના એક દિગ્ગજ નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઘણા લાંબા સમયથી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે.

image source

પાછળના ઘણા સમયથી માત્ર સોશ્યલ મીડિયામાં એક્ટીવ

આજે પોતાને ઈશ્વરીય તત્વમાં વિલીન કરીને આપણી વચ્ચેથી વિદા થઇ ચુકેલા અમર સિંહની કીડની પહેલાથી જ ખરાબ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૩માં અમર સિંહની કીડની ખરાબ થઇ ગઈ હતી. જો કે હાલમાં ચાલતા કોરોના અને પોતાની નાદુરસ્ત તબિયતને લઈને તેઓ પાછળના ઘણા સમયથી માત્ર સોશ્યલ મીડિયામાં એક્ટીવ હતા. ઈદ-ઉલ-જુહાના અવસર પર એમને પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે એમની અંતિમ ટ્વીટ એમણે બાલ ગંગાધર તિલકની પુણ્યતિથીને લઈને કરી હતી.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શોક પ્રગટ કરતા ટ્વીટ

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતાના અવસાન પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શોક પ્રગટ કરતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘દિગ્ગજ નેતા અને સાંસદ શ્રી અમર સિંહના નિધનના સમાચાર સાંભળીને દુખની અનુભૂતિ થઈ છે. સાર્વજનિક જીવન દરમિયાના એમની દરેક પાર્ટી સાથે સારી મિત્રતા હતી. સ્વભાવથી વિનોદી અને હમેશા ઉર્જાવાન રહેવા વાળા અમર સિંહજીને ઈશ્વર પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. એમના શોક અને આઘાતમાં સરેલા પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત