રાજ્યમાં 18 વર્ષથી ઉપરનાનું રસીકરણ અટક્યું, 1 મેથી રસી નહીં મળે આટલાં દિવસ જોવી પડશે રાહ

એક તરફ રાજ્યમાં જોરશોરથી ચર્ચા શરુ થઈ છે કે રાજ્યને રસીનો પુરતો જથ્થો ફાળવવામાં નથી આવ્યો તેથી 1લી મેથી 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને રસી મળી શકે તેવી શક્યતા નહીંવત છે તેવામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણ ના અગાઉ ના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તેવી રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો સંકલ્પ છે.

image source

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે આંકડા જણાવ્યા તે અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્યકર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો એમ કુલ મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. તેમાંથી 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને રસીનો બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

1લી મેથી શરુ થનાર સૌથી મોટા રસીકરણ અભિયાન અંગે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે 1લી મે પછી રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેશે તેમને રસી ફ્રી અપાશે. તેમણે જણાવ્યું હતું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં રાજ્યના 18 વર્ષથી વધુની વયના યુવાનોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

મુખ્યમંત્રીએ તેમના પ્રજાજોગ સંદેશમાં એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો હતો તે ઉપરાંત વધારાના 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. એટલે કે હવે ગુજરાતને પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેકસિનના 50 લાખ ડોઝ મળશે.

image source

આ સંબોધનના અંતે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે રાજ્યના 18 થી વધુની વયના યુવાનો ઝડપથી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને તેમનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.

ઉલ્લેખનીય એ પણ છે કે આજે જ એવી વાત સામે આવી હતી કે રાજ્યને 1 મે સુધીમાં રસીનો જથ્થો મળે તેવી શક્યતા ઓછી છે. આ વાત સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ પ્રજાજોગ સંદેશ આપી અને આ અપીલ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!