રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આ મહિનાથી શાળાઓ ખુલી શકે છે, જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવાયો રિપોર્ટ

કોરોના મહામારીને કારણે લાંબા સમયથી બંધ શિક્ષણકાર્ય હવે શરૂ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. નોંધનિય છે કે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ઉપરાંત પીજીના કોર્ષ શરૂ થયા હતા. તો બીજી તરફ હજુ પ્રાથમિક શાળા અને ધોરણ 8-9 અને 11 ના ક્લાસ બંધ છે.

image source

કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ રાહતના સમાચાર એ પણ છે રે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને લઈને સરકાર હવે શાળાઓમાં ફરી શૈક્ષણિકકાર્ય પૂર્વરત કરવા વિચારણ કરી રહી છે.

એપ્રિલથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાનું આયોજન

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11 અને ત્યાર બાદ માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું આયોજન થઈ રહ્યુ છે, જો કે આ વર્ષે ઉનાળુ વેકેશન ટુંકાવાય તેવી પુરી શક્યતા છે, આ ઉપરાંત મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લીધા બાદ ધોરણ 1થી 8 અને 9 તથા 11ની જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાય તેવી પુરી શક્યતા છે, જેને લઈને શિક્ષણ વિભાગ ખાસ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી રહ્યો હોવાની વાત સામે આવી છે.

ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ થઈ શકે છે

રાજ્યમાં કોરોનાના કેસમાં આવેલા નોંધપાત્ર ઘટાડા બાદ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં કોઈ મોટી ફરિયાદ સામે આવી નથી અને કોરોના ગાઈડલાઈન્સ મુજબ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે, ધોરણ 10-12 માં મળેલી સફળતા બાદ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખીને તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માહિતી સામે આવી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે

image source

તો બીજી તરફ તારીખ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગખંડો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોરોનાના કેસમાં કેવા ફેરપાર થયા છે ત્યાં હાજર વિદ્યાર્થીએ અને શિક્ષકોમાં કોરોના સંક્રમણનો ફેલાવો થયો છે કે કેમ? આ બધી સમીક્ષા સાથેનો રિપોર્ટ જે-તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મગાવવામાં આવી રહ્યો છે,

image source

જેને દ્યાનમાં રાખીને 25 જાન્યુઆરીને સોમવાર અથવા તો 1લી ફ્રેબુઆરી ને સોમવારથી 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે હાલમાં રાજ્યમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આગામી સમયમાં શાક્ષણિક કાર્ય શરૂ કરવામાં સરકારને કોઈ અડચણ નહી નડે તેમ લાગી રહ્યું છે.

ઉનાળું વેકેસન ઘટશે

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે કોરોનાને કારણે બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજાવવાની છે ત્યારે શિક્ષણ વિભાગ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11 બાદ માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ના ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલો શરૂ કરનો પ્લાન બનાવી રહી છે.

image source

જેની અસર ઉનાળાના વેકસન પર પડશે અને તેને ઘટાડી એક કે બે અઠવાડિયા પુરતુ રાખવામાં આવી શકે છે. તો બીજી તરફ બોર્ડ સિવાયનાં અન્ય ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાય તેવી પુરી શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત