ગુજરાત રાજ્ય હજી ઠુઠવાશે ઠંડીમાં, હવામાન વિભાગે આ વિસ્તારમાં કરી કોલ્ડવેવની આગાહી.

હાલ ઠંડીમાં આખું રાજ્ય ઠુઠવાઈ રહ્યું છે એવામાં હજી આગામી ત્રણ દિવસ સુધી તો કડકડતી ઠંડીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને નલિયા, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

image source

રાજ્યમાં કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી પણ ફરી ઠંડી વધવા લાગી છે એવામાં ય રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.

27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈ ગુજરાત સુધી થઈ શકે છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થશે એવી આગાહી પણ કરવામાં આવી છે.

image source

આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1 થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. જેથી ખેડૂતો ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો હોવાથી પાકને સુરક્ષિત રાખવા માટેની વ્યવસ્થા કરી લેવી જોઇએ.

image source

27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે

ઠંડીને લઈ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતમાં હિમ વર્ષા થઈ શકે છે જેના પરિણામે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

image source

27 થી 31 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્ચ્છ સહિત અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન અનુભવાશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા અને નલિયામાં ઠંડીનું જોર વધશે.આજે અમદાવાદ શહેરમાં પણ ધૂમમ્સ ભર્યું વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો.

image source

આજે પણ નલિયા 6.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ ફૂલગુલાબી ઠંડી અનુભવાઇ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 2થી 3 દિવસમાં ૨ ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફ્રીથી વધશે.

અમદાવાદનું તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. આજે રાજયમાં સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે નલિયાનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું હતું. તો કેશોદનું 8.2 ડિગ્રી, ડીસાનું 8.5 ડિગ્રી, ગાંધીનગરનું 9 ડિગ્રી, રાજકોટ 9.8 ડિગ્રી, ભાવનગર 11 અને વડોદરાનું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજયમાં ત્રણ દિવસ કડકડતી ઠંડી પડ્યા બાદ 1 ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત