રાજ્યના 4 મહાનગરોમાં આટલી છૂટ સાથે રાત્રી કર્ફ્યુ યથાવત, જાણો વિગતે…

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવામાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને સાવચેતીના ભાગરુપે રાજ્ય સરકારે આગામી 28 ફેબ્રુઆરી સુધીના સમય માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે આ વખતે રાજ્ય સરકારે કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખી થોડી છૂટછાટ વધુ આપી છે. પરંતુ જે નવા નિયમો છે તેનું ચુસ્તપણે પાલન આગામી 28 ફેબ્રુઆરી સુધી કરવું પડશે.

image source

જો કે રાજ્યના ચાર મહાનગરો એટલે કે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો તો રહેશે. પરંતુ સરકારે એક કલાકની છૂટ વધારી છે અને રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે તેવી જાહેરાત કરી છે. કોરોનાના સંક્રમણને રોકવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કરેલી કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનું પાલન આવશ્યક રીતે કરવાનું રહેશે.

image source

આગામી 28 ફેબ્રુઆરી સુધી પણ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે અને લોકો સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. આ ઉપરાંત જે તે જિલ્લાના વડાએ સર્વેલન્સ કરી જરૂરિયાત જણાય તે વિસ્તારને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈને ધ્યાનમાં લઈને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે. આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં લોકોએ નિયત કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે.

image source

રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહમાં 200 લોકોની હાજરીની છૂટ આપવામાં આવી છે. પરંતુ તમામે સમગ્ર કાર્યક્રમ દરમિયાન માસ્ક પહેરવું અને યોગ્ય અંતર જાળવવું તેમેજ સેનિટાઈઝેશન જરૂરી રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

image source

આ નવી છૂટ અનુસાર રાજ્યમાં આગામી સમયમાં યોજનાર લગ્ન અને સત્કાર સમારંભ જેવા પ્રસંગોમાં 200 લોકોની હાજરીની છૂટ મળી છે. જો કે અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રસંગ બંધ સ્થળે હોય તો તે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકોની જ હાજરી માન્ય રહેશે અને ખુલ્લી જગ્યામાં 200 લોકોની હાજરી માન્ય રહેશે. આ માટે પણ લોકોએ પહેલાની જેમ ઓનલાઇન અરજી કરવાની રહેશે. નવા નિયમમાં પણ મૃત્યુ બાદની અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધિમાં મહત્તમ પ૦ વ્યકિતઓની મર્યાદા રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત