જાણો એક સામાન્ય પરિવારમાં જન્મેલા રાકેશ ઝુનઝુલવાલા કેવી રીતે બન્યા શેર બજારના બાદશાહ

રાકેશ ઝુનઝુનવાલા નામ તો સુના હી હોગા. ભારતના વોરેન બફેટ કહેવાતા ઝુનઝુનવાલાનો આજે 61 મો જન્મદિવસ છે. એક Indian Tax officerના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા ઝુનઝુનવાલાની બિગ બુલ બનવાની યાત્રા એક રોમાંચક સફર છે. ચાલો જાણીએએ બિગ બુલની કહાની.

1985માં શેર બજારમાં રોકાણ શરૂ કર્યું

image source

રાકેશ ઝુનઝુનવાલાએ 1985 માં જ્યારે તેઓ હજુ કોલેજમાં હતા ત્યારે શેર બજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તે સમયે બીએસઈ સેન્સેક્સ લગભગ 150 અંકની આસપાસ હતો. અને ઝુનઝુનવાલાએ 5000 ની મૂડી સાથે રોકાણ કરવાનું શરૂ કર્યું. ફોર્બ્સના મતે રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ હાલમાં લગભગ 4.6 બિલિયન ડોલર એટલે કે 34,387 કરોડ રૂપિયા છે.

પ્રથમ જીત – 1986 માં ત્રણ મહિનામાં પૈસા ત્રણ ગણા વધ્યા

રાકેશ ઝુનઝુનવાલાને શેર બજારમાં પહેલી જીત ટાટા ટીમાંથી મળી. વર્ષ 1986 માં ઝુનઝુનવાલાએ 5 લાખનો નફો કર્યો. તેણે ટાટા ચીના 5000 શેર ખરીદ્યા. તે જોત જોતામાં માત્ર ત્રણ મહિનામાં 143ની સપાટીએ પહોંચી ગયા. તેના પૈસા 3 ગણાથી વધુ વધી ગયા.

image source

The big bull ઝુનઝુનવાલા હર્ષદ મહેતાના દિવસોમાં bear હતા

આજના The big bull રાકેશ ઝુનઝુનવાલા હર્ષદ મહેતાના જમાનામાં bear હતા. Harshad Mehta Scam 1992 પછી, ઝુનઝુનવાલાએ શેર વેચીને ઘણી કમાણી કરી. એક ઇન્ટરવ્યુમાં ઝુનઝુનવાલાએ પોતે જ કહ્યું હતું કે તેણે શેર વેચી(short selling)ને ખૂબ પૈસા કમાવ્યા છે. તે એક bear cartel નો ભાગ હતા.

આવા એક bear cartel નું નેતૃત્વ મનુ માણેક દ્વારા કરવામાં આવતુ હતું, જે બ્લેક કોબ્રા તરીકે વધુ જાણીતા હતા, તેમાં રાધાકિશન દમાણી અને રાકેશ ઝુનઝુનવાલા અન્ય લોકોનો સમાવેશ કરે છે. હર્ષદ મહેતા પર બનેલી વેબ સિરીઝ Scam 1992 માં પણ આ બધાનો ઉલ્લેખ છે. પત્રકાર સુચેતા દલાલે 1992 માં હર્ષદ મહેતા સ્કેમ બ્રેક કર્યું હતું, ત્યારબાદ શેર બજાર ક્રેશ થયું હતું.

image source

RARE Enterprises: ‘Ra’ થી રાકેશ અને ‘Re’ થી રેખા

વર્ષ 1987 માં, રાકેશ ઝુનઝુનવાલાએ રેખા ઝુનઝુનવાલા સાથે લગ્ન કર્યા. તે પણ શેરબજારમાં રોકાણકાર હતી. વર્ષ 2003 માં, રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની સ્ટોક ટ્રેડિંગ કંપની Rare Enterprises શરૂ કરી. તે પોતાનું અને પત્નીનાં નામ જોડીને નામ આપવામાં આવ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાના 37 શેરોની કિંમત આશરે 20,000 કરોડ

image source

રાકેશ ઝુનઝુનવાલા અને તેના સહયોગીઓની 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 37 શેરોમાં જાહેર હોલ્ડિંગ છે. આમાં તેના પ્રખ્યાત શેરોમાં ટાઇટન કંપની, ટાટા મોટર્સ, ક્રિસિલ, લ્યુપિન, ફોર્ટિસ હેલ્થકેર, નઝારા ટેક્નોલોજીઓ, ફેડરલ બેંક, ડેલ્ટા કોર્પ, ડીબી રિયલ્ટી અને ટાટા કમ્યુનિકેશન્સ છે. તેની કુલ સંપત્તિ 19,695.3 કરોડ રૂપિયા છે. આમાં તેમનો સૌથી કિંમતી શેરો છે watch and jewellery maker Titan Company (રૂ. 7,879 કરોડ), ટાટા મોટર્સ (રૂ. 1,474.4 કરોડ), ક્રિસિલ (રૂ. 1,063.2 કરોડ).

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!