આત્મનિર્ભર ગૃપ & પ્રજા ઇવેન્ટસ પ્રસ્તુત કરે છે ધ ગ્રાન્ડ રાખી મેળા, લ્હાવો લેવા માટે જાણી લો બધી જ માહિતી

હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધી ભાઈની લાંબી ઉંમર અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે શહેરમાં નવા નવા પ્રોગ્રામ અને ઈવેન્ટનો માહોલ જોવા મળવાનો છે. એ જ અરસામાં આત્મનિર્ભર ગૃપ & પ્રજા ઇવેન્ટસ પ્રસ્તુત ધ ગ્રાન્ડ રાખી મેળાની ઈવેન્ટ પણ ટૂંક જ સમયમાં કરવામાં આવી રહ્યો છે.

શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) એ મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તે હેતુથી આ ગ્રાન્ડ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો ઈવેન઼્ટના સ્થન અને સમય તેમજ તારીખ વિશે વાત કરીએ તો આ રાખી મેળા તા.૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦ સુધી યોજાવાનો છે. સરનામું પણ નોંધી લો કે મોરાઈઝ, ગુલમહોર મોલ, ઇસ્કોન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ. ધ ગ્રાન્ડ રાખી મેળાનું આયોજન ભવ્યાતિભવ્ય હોય છે.

જો આ આત્મનિર્ભર ગૃપ વિશે વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યો, સેવાકીય કાર્યો, એકઝીબિઝન અને સાંસ્કૃતિક કાર્યો કરતું રહે છે. એ જ અરસામાં આ વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ધ ગ્રાન્ડ રાખી મેળાનું આયોજન કર્યુ છે. આ રાખી મેળામાં આત્મનિર્ભર ગ્રુપની બહેનો દ્વારા વિવિધ રંગની, વિવિધ ડિઝાઇનની કલાત્મક રાખડીઓનું પ્રદર્શન અને સ્ટોલ રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત વાત કરવામાં આવે તો બહેનો માટે ઉપયોગી એવી બ્યુટી ટિપ્સ, મેકઅપ પ્રોડક્ટ્સ, હેલ્થ પ્રોડક્ટ્સ, જ્વેલરી, એકસેસરીઝ, ફૂડ પ્રોડક્ટ્સ, હોમ એપ્લ્યાયન્સીસ, ફેશન પ્રોડક્ટ્સ અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સના સ્ટોલ્સ આ રાખી મેળામાં રાખવામાં આવેલ છે. આ સાથે જ સૌને મજા પડે તે માટે હાઉઝી પણ રાખવામાં આવી છે, જેનું સંચાલન જાણીતા હાઉઝી માસ્ટર શ્રી મીનુ હિરા કરશે.

જો આ કાર્યક્રમ વિશે વધારે વાત કરીએ તો મેળામાં આશરે ૫૦ જેટલા સ્ટોલ આયોજન કરવામાં આવ્યા છે. ધ ગ્રાન્ડ રાખી મેળામાં રાખવામાં આવેલ સ્ટોલ માટે પણ વિવિધ ઇનામો રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ગીત અને સંગીત નો મનોરંજન કાર્યક્રમ મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા રાખવામાં આવેલ છે. તો,આત્મનિર્ભર ગૃપ દ્વારા આયોજિત ધ ગ્રાન્ડ રાખી મેળામાં અચૂક આવવા માટે ઈવેન્ટ મેનેજરો દ્રારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

જો કોઈએ આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે નીચેના કોન્ટેક્ટ પર વાત કરીને મેળવી શકો છો.

સોફિયા ખેરિચા: 98257 23205

પ્રજા: 9426084014

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!