આ વર્ષે રક્ષાબંધનના દિવસે બને છે બે વિશેષ યોગ, જાણો રાખડી બાંધવાનો શુભ સમય અને મંત્ર, થશે અનેક લાભ

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 22 ઓગસ્ટ રવિવારના દિવસે દર વર્ષની જેમ હરખભેર ઉજવામા આવશે. હિંદુ શાશ્ત્રો મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે રાખડી બાંધીને આ પર્વ ઉજવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ બંધન અને પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલી રહ્યો છે. આ પર્વ સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. કહેવામા આવે છે કે યમરાજની બહેન યમુનાએ તેના કાંડા પર રાખડી બાંધી હતી અને જેના બદલામાં યમરાજે યમુનાને અમરત્વનું વરદાન આપ્યું હતું.

image soucre

આ સાથે વાત કરવામા આવે પંચાંગ અનુસાર તો ભદ્રાના સમયગાળા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ. આ વખતે રક્ષાબંધનના દિવસે કોઈ ભદ્ર કાલ નથી. ભદ્રા કાલ સિવાય રાહુ કાલ દરમિયાન પણ રાખડી ન બાંધવી જોઈએ. ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ સમય આ વર્ષે શુ રહેશે વિશે વિગતે માહિતી.

રક્ષાબંધન મુહૂર્ત 2021:

  • પૂર્ણિમા તિથિની શરૂઆત- 21 ઓગસ્ટ, બપોરે 03:45 વાગ્યે
  • પૂર્ણિમા તિથિની સમાપ્તી- 22મી ઓગસ્ટ, સાંજે 05:58 વાગ્યે
  • શુભ સમય- 22 ઓગસ્ટ, રવિવારે સવારે 05:50થી સાંજે 06.03 સુધી.
  • રક્ષાબંધન માટે બપોરનો શ્રેષ્ઠ સમય- 22 ઓગસ્ટના રોજ 01:44 PMથી 04:23 PM
  • અભિજીત મુહૂર્ત- 22 ઓગસ્ટના રોજ બપોરે 12:04થી 12:58 સુધી
  • અમૃત કાલ- સવારે 09:34થી 11:07
  • બ્રહ્મ મુહૂર્ત- 04:33 મિનિટથી 05:21 મિનિટ
  • ભદ્રા કાલ- 23 ઓગસ્ટની સવારે 05:34થી 06.12 સુધી

આખો દિવસ બાંધી શકાશે રાખડી:

image soucre

સાવન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 21 ઓગસ્ટ 2021ની સાંજે 03:45થી શરૂ થશે. પૂર્ણિમાની તિથિ 22 ઓગસ્ટના રોજ સાંજે 5:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર રવિવાર 22 ઓગસ્ટ 2021ના રોજ ઉજવવામાં આવશે. ઘણાં વર્ષો પછી આવા સંયોગ બની રહ્યા છે જ્યારે રાખડીના દિવસે ભદ્રા નક્ષત્ર દેખાતું નથી.

ભાઈને ભદ્રા નક્ષત્રમાં રાખી ન બાંધવી જોઈએ:

image soucre

એવું માનવામાં આવે છે કે ભદ્રા નક્ષત્રમાં જ રાવણને તેની બહેને રાખડી બાંધી હતી. તેનાથી તેનું ખરાબ થયું હતુ. પંચાંગ અનુસાર રક્ષાબંધન પર સવારે 06:15થી 10.34 સુધી શોભન યોગ રહેશે. આ સાથે ધનિષ્ઠ યોગ સાંજે 07.40 સુધી રહેશે. તેમાં રાખડી બાંધવી શ્રેષ્ઠ છે.

આ મંત્ર સાથે બાંધો રાખડી:

image soucre

આ વખતે રક્ષાબંધન પર બહેનો સવારે 06:15થી સાંજના 7.40 વચ્ચે ગમે ત્યારે રાખડી બાંધી શકે છે. શાસ્ત્રો અનુસાર બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર: યેન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબાલા

તેન ત્વમાનુબધનાભી રક્ષા મા ચલ મા ચલ