જાણો રક્ષાબંધનનુ મહત્વ અને આ વખતના શુભ મૂહુર્ત વિશે ખાસ..

શુ તમે જાણો છો રક્ષાબંધન ઉજવવા પાછળનું કારણ?, જાણો તેનું મહત્વ અને મુહૂર્ત.

રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ બહેનનો તહેવાર. રક્ષાબંધનને ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે.આપના દેશમાં વર્ષોથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આજે પણ ભાઇબહેનનો આ તહેવાર એટલા જ પ્રેમથી ઉજવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. અને ભાઈ બહેનને એની રક્ષાનું વચન આપે છે.

image source

ક્યાં દિવસે છે રક્ષાબંધન

વર્ષ 2020માં રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટના દિવસે આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે 3 ઓગસ્ટે પૂનમ છે.

આવી રીતે રક્ષાબંધન ઉજવો.

image source

રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠો અને નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરો. એ પછી ઘરને સાફ કરી લો.એ બાદ પૂજાની થાળી તૈયાર કરો. આ થાળીમાં કંકુ, ચોખા ,દિવો અને ફૂલ મૂકી દો.તમારા ભાઇને સામે બેસાડીને તેના કપાળે તિલક કરો, એના પર ચોખા લગાવી ભાઈની આરતી ઉતારો અને રાખડી પર ચાંદલો કરીને ભાઇના કાંડે રાખડી બાંધી તેની રક્ષાની કામના કરો. રાખડી બાંધ્યા પછી ભાઇનું મોઢુ મિઠાઇથી મીઠું કરાવો.

image source

રક્ષાબંધનનું મૂહુર્ત

  • રક્ષાબંધનનો ધાર્મિક સમય- 09: 28 થી 21: 14
  • પીએમ મુહૂર્તા – 13:46 થી 16:26
  • પ્રદોષ કાળ મુહૂર્ત – 19:06 થી 21:14
  • પૂર્ણિમા તારીખ પ્રારંભ – 21:28 (2 August)
  • પૂર્ણિમા તારીખ સમાપ્ત – 21:27 (3 August)

શા માટે ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો પર્વ

image source

એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા ઈંદ્ર રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમના હાથે રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. બીજી એક કથા પ્રમાણે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું હતું અને આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને એટલે જ દ્રૌપદીના ચીરહરણ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી હતી.

image source

જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.

ભારતના ઈતિહાસમાં રક્ષાબંધનના ઘણા ઉદાહરણો છે એમાંનું એક છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.

image source

આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.

પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત