Site icon News Gujarat

લગ્નના પ્લાનિંગ પર એક્ટ્રેસ રકુલ પ્રીતે કર્યો ખુલાસો, જ્યારે જેકી સાથે લગ્ન થશે તો બધાને જણાવીશ, અત્યારે ફોક્સ કરિયર પર

મનોરંજન જગતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. સેલેબ્સ તેમના પાર્ટનર સાથે લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને હવે નજર કેટરીના કૈફ અને વિકી કૌશલ પર છે. આ બધાની વચ્ચે હવે રકુલ પ્રીત સિંહ વિશે ચાહકોમાં એક પ્રશ્ન પણ છે કે શું તે તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે પણ લગ્ન કરવા જઈ રહી છે. રકુલે તેના જન્મદિવસના અવસર પર જેકી સાથેના તેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. આ દરમિયાન તેણે જેકી સાથે એક સુંદર તસવીર શેર કરી હતી. તો હવે રકુલ પ્રીત સિંહે એમના લગ્ન વિશે વાત કરી છે. એમને એમના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જેકી સાથે એમના લગ્નના સવાલ પર જવાબ આપ્યો છે


પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખે છે રકુલ

image soucre

જ્યારે રકુલને તેના ઈન્ટરવ્યુમાં વેડિંગ પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, જ્યારે પણ લગ્નની વાત થશે ત્યારે હું અન્ય બાબતોની જેમ તમારી સાથે શેર કરીશ. જો કે, અત્યારે હું મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું કારણ કે હું આ માટે જ ઇન્ડસ્ટ્રીમાં આવી છું. રકુલ પ્રીત સિંહ ઘણીવાર પોતાની અંગત જિંદગીને ખાનગી રાખે છે. તેણીએ આગળ કહ્યું કે મને જે ગમે છે તે હું સાંભળું છું. હું વસ્તુઓથી પ્રભાવિત થવા માંગતી નથી.

મારી લાઈફ મારા હિસાબે જીવું છું

આગળ વાત કરતાં, રકુલે કહ્યું કે, સેલિબ્રિટીનું જીવન હંમેશા તપાસ હેઠળ હોય છે અને આ જાહેર વ્યક્તિ બનવાનું બીજું પાસું છે. જો કે, અભિનેત્રી તેની આસપાસ બનતી ગોસિપથી પરેશાન નથી થતી. હું મારું કામ કૅમેરાની સામે કરું છું અને કૅમેરાની બહાર મારું અંગત જીવન છે અને મને મારી શરતો પર જીવવું ગમે છે.

વર્કફ્રન્ટ પર રકુલ

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ જેકીના આગામી પ્રોડક્શનમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ સિવાય તે જંગલી પિક્ચર્સની ‘ડૉક્ટર જી’માં આયુષ્માન ખુરાના અને શેફાલી શાહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.આ ઉપરાંત તે ‘મેડે’, ‘થેંક ગોડ’માં પણ જોવા મળશે. આ બંને ફિલ્મોમાં તે અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરશે.

Exit mobile version