રામ મંદિર પરિસરના ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળી પૌરાણિક મૂર્તિ, શિવલિંગ સહિતની વસ્તુઓ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરુ થઈ ચુક્યું છે. તેના માટે હાલ રામ જન્મભૂમિ પરિસરમાં સમતલીકરણનું કામ ચાલી રહ્યું છે.
આ ખોદકામ દરમિયાન પુરાતાત્વિક મૂર્તિઓ, સ્તંભ અને શિવલિંગ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે કહ્યું હતું કે પરિસરમાંથી જ્યારે કાટમાળ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે અનેક મૂર્તિઓ અને એક મોટું શિવલિંગ મળ્યું છે.
રામ મંદિર નિર્માણ માટે બનાવેલા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું કહેવું છે કે સમતલીકરણ દરમિયાન મોટી સંખ્યામાં પુરાવશેષ એટલે કે દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ, કમળ, આમલક, દોરજામ્બ વગેરે કલાકૃતિઓ, મેહરાબના પથ્થર, 7 બ્લેક ટચ સ્ટોનના સ્તંભ, 8 રેડ સૈંડ સ્ટોનના સ્તંભ અને 5 ફૂટના આકારનું નકાશીયુક્ત શિવલિંગ મળ્યું છે.

રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી સમતલીકરણનું કામ શરુ થયું છે જે હાલ પણ ચાલે છે. કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવામાં આવે છે અને જેસીબી, ક્રેન, ટ્રેક્ટરની સાથે 10 મજૂરોની જ ટીમ આ કામ કરી રહી છે. પરિસરના સમતલીકરણ બાદ મંદિર નિર્માણની પ્રક્રિયા શરુ થશે.
અયોધ્યામાં ટુંક સમયમાં જ રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલયને પણ શરુ કરવામાં આવશે. રામજન્મભૂમિ પરિસરની પાસે રામ કચેરી મંદિરમાં ટ્રસ્ટનું કાર્યાલય બનાવવાનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. કાર્યાલયમાં સંચાલન માટે કોમ્પ્યૂટર અને અન્ય વસ્તુઓ પણ આવી ચુકી છે. કાર્યાલયમાં માત્ર ફિનિશિંગનું કામ જ બાકી છે. આ કાર્યાલયમાં બેસીને જ ટ્રસ્ટીઓ આગળની રુપરેખા નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલતા અયોધ્યા રામ મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી જમીનને રામલ્લાની ગણાવી હતી અને ત્યારબાદ રામ મંદિર નિર્માણ માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એક ટ્રસ્ટની રચના કરવામાં આવી અને મંદિર નિર્માણ કાર્ય માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત