સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હંમેશા કેબિનેટ મંત્રી બનનાર રામવિલાસ પાસવાનનું 74 વર્ષની જૈફ વયે નિધન

આજે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. આ વાતની જાણકારી તેમના પુત્ર ચિરાગ પાસવાને આપી હતી. ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું હતું કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.

image source

જણાવી દઈએ કે રામવિલાસ પાસવાનને થોડા દિવસથી હાર્ટ સંબંધિત સમસ્યા હતી. જેના બાદ તેમનું 4 ઓક્ટોબરના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી તેઓ સારવાર હેઠળ હતા. જ્યાં તેમણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

74 વર્ષીય રામ વિલાસ પાસવાનના નિધન અંગે પણ ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, “પાપા હવે તમે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ મને ખબર છે તમે જ્યાં પમ હશો મારી સાથે રહેશો.. મિસ યુ પાપા.”

આ ટ્વીટ સાથે ચિરાગ પાસવાને તેના પિતા સાથેની એક સુંદર તસવીર પણ શેર કરી છે. જેમાં ચિરાગ રામવિલાસ પાસવાને વહાલ કરતાં જોવા મળે છે.

રામવિલાસ પાસવાનની સારવાર દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વાતની જાણ પણ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને કરી હતી. તેણે ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે થોડા દિવસમાં તેના પિતાની સર્જરી કરવામાં આવશે. જો કે આ સર્જરી પણ તેમનો જીવ બચાવી શકી નહીં.

4 ઓક્ટોબરે ચિરાગ પાસવાને ટ્વીટ કરી લખ્યું હતું કે, “છેલ્લા થોડા દિવસથી પાપાની સારવાર ચાલી રહી છે. ગત રોજ સાંજે જ તેમને અચાનક તકલીફ થઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે તેમને ઓપરેશન કરવું પડ્યું. ડોક્ટરોને જરૂર જણાશે તો તેમનું ફરીથી ઓપરેશન કરવામાં આવશે.”

image source

જો કે આવું કંઈ થાય તે પહેલા જ રામવિલાસ પાસવાને અંતિમ શ્વાસ લીધા છે. કેન્દ્રીય મંત્રીના અચાનક નિધનથી રાજકીય જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. નેતાઓ પણ આ અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત