Site icon News Gujarat

આ કારણને લીધે રામાનંદ સાગરને એક વાર જામવંત પર એટલો ગુસ્સો આવ્યો હતો કે મારી દીધી હતી થપ્પડ

રામાનંદ સાગરે રામાયણના જામવંતને થપ્પડ મારી દીધો હતો, જાણો તેનું આ હતું કારણ.

image source

રાજશેખર વિક્રમ વેતાળમાં કામ કરતો હતો. રાજશેખર એક જ્યોતિષી પણ હતા અને રામાનંદ સાગરને તેમણે જણાવ્યું પણ હતું કે તેમના ઉપર શનિની સાડે સાતી ચાલી રહી છે. રાજશેખરે રામાનંદ સાગરને કહ્યું હતું કે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

લોકડાઉનમાં મનોરંજન માટે રામાયણ અને મહાભારત ટેલિવિઝન પર પાછા ફર્યા છે. બંને શોએ ટીઆરપી લિસ્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. રામાનંદ સાગરના રામાયણના શૂટિંગની ઘણી રસપ્રદ વાતો છે જે સાંભળીને આપણે આ શોની જૂની યાદોમાં ખોવાઈ જઈએ છીએ.

image source

શોમાં અભિનેતા રાજશેખર ઉપાધ્યાયે જામવંતની ભૂમિકા ભજવી હતી. રીંછના રાજા જામવંતની ભૂમિકા નિભાવવા માટે રાજશેખરને હંમેશાં રીંછનો માસ્ક પહેરી રાખવો પડતો હતો. તેમનો ચહેરો લાંબા અને કાળા વાળ, કૃત્રિમ લાંબુ નાક અને મુકુટ દ્વારા લગભગ સંપૂર્ણપણે છુપાયેલો રહેતો હતો. તેમજ શરીરના બાકીના ભાગમાં નકલી કાળા વાળ હોતા હતા, રાજશેખર એવું પાત્ર કરી રહ્યો હતો, જેના માટે કોઈ તેમને ઓળખતું નહોતું. પરંતુ તેમણે પોતાના અભિનયથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

આમ હોવા છતાં, રાજશેખરે આ પાત્રને સંપૂર્ણ દિલથી નિભાવ્યું હતું અને તેએ તેમના પાત્રની ભૂમિકાને પડદા પર જીવંત કરવામાં સફળ થયાં હતાં. જામવંતના પાત્ર ઉપરાંત, રાજશેખરે આ શોમાં બીજી ઘણી મોટી અને નાની ભૂમિકાઓ પણ કરી હતી. તેમણે શોમાં અગ્નિદેવથી લઈને સંદેશાવાહક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવી હતી. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે રાજશેખર અને રામાનંદ સાગરની મિત્રતા ખૂબ જૂની હતી. બંને એકબીજાને ત્યારથી ઓળખતા હતા જ્યારે રામાયણનો વિચાર પણ મનમાં નહોતો આવ્યો.

image source

રાજશેખર વિક્રમ વેતાળમાં કામ કરતો હતો. રાજશેખર એક જ્યોતિષવિદ (એસ્ટ્રોલોજર) પણ હતા અને રામાનંદ સાગરને તેમણે કહ્યું હતું કે તેમની ઉપર શનિની સાડે સાતી ચાલે છે. તેમને પત્તા રમવાનો ખૂબ શોખ હતો. એક દિવસ જ્યારે રામાનંદ સાગર અચાનક રાજશેખરના ઓરડા પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે પત્તા રમી રહ્યો હતો. ખુદ રાજશેખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામાનંદ સાગર સાહેબે મને થપ્પડ મારી હતી. રામાનંદ સાગરે કહ્યું કે તમે આટલાં સારા વ્યક્તિ છો અને તમે આમ અહીં પત્તાં (તાશ) રમી રહ્યા છો.

જ્યારે રામાયણ બનાવવાની સલાહ આપવામાં આવી:-

image source

રાજશેખરે કહ્યું કે તે જ ક્ષણે તેણે પત્તાં ફાડીને ફેંકી દીધા હતા અને તે પછી ક્યારેય પત્તાં રમ્યા નહીં. રાજશેખરે એ પણ જણાવ્યું હતું કે જ્યારે નારાજગી શાંત થઈ ગઈ ત્યારે રામાનંદ સાગરે કહ્યું હતું કે, કોઈ એવી કહાની જણાવ કે જેના પર કામ થઈ શકે. રાજશેખરે રામાનંદ સાગરના ત્યાં રાખેલી રામાયણ તરફ ઇશારો કર્યો અને કહ્યું કે આનાથી વધુ સારી કહાની કે વાર્તા બીજી કઇ હોઇ શકે. આમાં એક્શન, રોમાંચક, સસ્પેન્સ, નાટક, રોમાંસ બધું તો છે. રાજશેખર કહે છે કે આ પછી રામાનંદ સાગરને રામાયણ બનાવવાનો વિચાર સ્ફુર્યો હતો.

Exit mobile version