જાણો એક એવા મંદિર વિશે જે છે અનેક રહસ્યોથી ભરપૂર..

આપણા દેશમાં જેટલી રીતે ભગવાનની પૂજા કરવામાં આવે છે એટલા જ પ્રકારના મંદિર પણ આવેલા છે એમાંથી ઘણા બધા એવા મંદિરો છે જે પોતાના મહિમા અને પોતાના ચમત્કારના લીધે શ્રધ્ધાળુઓમાં ખુબ જ પ્રચલિત બન્યા છે.

image source

આવું જ એક મંદિર છે રામપ્પા જે તેલંગાણાના મુલુગ જીલ્લાના વેંકટાપુર મંડલના પાલમપેટ ગામની એક ઘાટીમાં સ્થિત છે. સામાન્ય રીતે કોઈપણ મંદિર ત્યાં સ્થાપિત કરવામાં આવેલ ભગવાનના નામથી જાણવામાં આવે છે, પરંતુ રામપ્પા મંદિરનું નામએ મંદિરના શિલ્પકારના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મંદિર સાથે જોડાયેલ કેટલીક એવી બાબતો છે જેની આપને આશ્ચર્યચકિત કરી દેશે.

એટલા માટે મંદિરનું નામ ‘રામપ્પા’ રાખવામાં આવ્યું.:

image source

પાલમપેટ એક નાનકડું ગામ છે, પરંતુ ઘણા વર્ષોથી આબાદ છે. આ ગામમાં જ આવેલ છે ‘રામપ્પા’ મંદિર જે પોતાની અનોખી ખૂબીઓના લીધે આખા દેશમાં પ્રસિદ્ધ છે. ‘રામપ્પા’ મંદિરએ ભગવાન શિવનું મંદિર છે. આ કારણના લીધે આ મંદિરને ‘રામલિંગેશ્વર’ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. ‘રામપ્પા’ મંદિરના નિર્માણની કથા પણ ખુબ જ રસપ્રદ છે. આ સાથે જ એ પણ જાણીશું કે, શિવજીના આ મંદિરમાં વિરાજમાન થયા પછી પણ આ મંદિરનું નામ તેનું નિર્માણ કરનાર વ્યક્તિના નામ પણ જ કેમ રાખવામાં આવ્યું.?

કહેવામાં આવે છે કે, વર્ષ ૧૨૧૩માં આંધ્ર પ્રદેશના કાકતિયા વંશના મહારાજ ગણપતિ દેવના મનમાં એકાએક એક શિવ મંદિર નિર્માણ કરાવવાનો વિચાર આવે છે. મહારાજા ગણપતિ દેવ એક એવા મંદિરની ઈચ્છા ધરાવતા હતા જે વર્ષો સુધી મજબૂતીની સાથે ઉભું રહે અને અત્યંત ભવ્ય અને સુંદર હોય. એવામાં તે સમયના સર્વ શ્રેષ્ઠ શિલ્પકાર રામપ્પાને આદેશ આપી દેવામાં આવ્યો કે, તેઓ ભગવાન શિવનું એક અત્યંત ખુબસુરત અને મજબુત મંદિર બનાવે. રામપ્પાએ રાજા દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન કર્યું અને શિવ મંદિરનું નિર્માણ કરવાનું શરુ કરી દીધું.

image source

રામપ્પાએ થોડાક જ સમયમાં અત્યંત ખુબસુરત, ભવ્ય અને વિશાળ શિવ મંદિરનું નિર્માણ કરી દીધું. જયારે મહારાજા ગણપતિ દેવ એ મંદિરને જોવા આવ્યા તો મહારાજા ગણપતિ દેવ શિલ્પકાર રામપ્પાથી ખુબ પ્રભાવિત થઈ ગયા. મહારાજા ગણપતિ દેવએ મંદિરની ભવ્યતા જોઇને એટલા બધા ખુશ થઈ ગયા કે, મહારાજા ગણપતિ દેવએ તે મંદિરનું નામ જ શિલ્પકારના નામ પરથી રાખી દેવામાં આવ્યું.

સદીઓ પછી પણ મજબુતીથી ઉભું છે મંદિર.:

image source

પાલમપેટ ગામમાં આવેલ ‘રામપ્પા’ મંદિરનું નિર્માણ ૮૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. ૧૩મી સદીમાં જયારે પ્રસિદ્ધ ઈટાલીયન વ્યાપારી અને શોધકર્તા માર્કો પોલો ભારત આવ્યા ત્યારે તેમણે ‘રામપ્પા’ મંદિરની સુંદરતામાં ખોવાઈ ગયા. તેમણે ‘રામપ્પા’ મંદિરને મંદિરોની આકાશગંગામાં સૌથી ચમકતા તારો જણાવ્યું. આ અત્યંત ખુબસુરત મંદિર આટલા વર્ષો પછી પણ એટલી જ મજબુતાઈની સાથે ઉભું છે. આવામાં કેટલાક વર્ષ પહેલા લોકોના મનમાં અચાનક સવાલ ઉભા થવા લાગ્યા કે, આ મંદિર તૂટતું કેમ નથી.?

ખરેખરમાં, ‘રામપ્પા’ મંદિર બન્યા પછી પણ ઘણા બધા મંદિરો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના મંદિર વાવાઝોડા, તોફાન અને સમયની સામે વિવશ થઈને ખંડેરમાં બદલાઈ ગયા છે. ત્યાં જ ‘રામપ્પા’ મંદિર આટલા વર્ષો પછી પણ જેમનું તેમનું જ ઉભું છે. આવામાં આ વાત જયારે પુરાતત્વ વિભાગને જાણ થાય છે તો પુરાતત્વ વિભાગ આ વાતની તપાસ કરવામાં માટે પાલમપેટ ગામ પહોચી જાય છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ ‘રામપ્પા’ મંદિરનું આ રહસ્ય સમજી શકયા નહી કે, આટલા વર્ષો પછી પણ ‘રામપ્પા’ મંદિર એટલી જ મજબુતી સાથે કેવી રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે.

image source

વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા.:

ભારતીય પુરાતત્વ વિભાગના જાણકારોએ ‘રામપ્પા’ મંદિરની મજબુતીનું રહસ્ય જાણવા માટે ‘રામપ્પા’ મંદિરના એક પથ્થરનો ટુકડો કાપી લે છે. આ પથ્થરની મદદથી પુરાતત્વ વિભાગના જાણકારોને એવી માહિતી મળે છે કે, તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. ખરેખરમાં, ‘રામપ્પા’ મંદિરના પથ્થર માંથી કાપીને લાવવામાં આવેલ ટુકડોને જયારે પાણીમાં નાખવામાં આવે છે તો આ પથ્થર પાણીમાં ડૂબવાને બદલે તરવા લાગે છે. ત્યાર પછી પુરાતત્વ વિભાગના જાણકારોને આ વાતને સમજી જાય છે કે, બધા પ્રાચીન મંદિરો આ કારણથી જ તૂટી ગયા કેમ કે, તેમાં ભારે ભરખમ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જયારે ‘રામપ્પા’ મંદિરના નિર્માણ માટે હળવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ‘રામપ્પા’ મંદિર હંમેશાથી જ સુરક્ષિત ઉભું રહ્યું છે.

image source

આશ્ચર્ય કરી દેનાર વાત એ પણ છે કે આટલા હળવા પથ્થર શિલ્પકાર રામપ્પાને કેવી રીતે મળ્યા? કેમ કે, રામસેતુના પથ્થરોને બાદ કરતા તો આજ સુધી આવા કોઈ પથ્થર મળી આવ્યા નથી જે પાણીમાં તરી શકે અને વજનમાં ખુબ જ હળવા હોય. આવામાં પ્રશ્ન એ પણ થાય છે કે, શું આ પથ્થરોને પણ રામપ્પાએ બનાવ્યા હતા? શું રામપ્પા પાસે એવી કોઈ ટેકનીક જાણતા હતા જેની મદદથી આટલા હળવા પથ્થર બનાવી શકાતા હતા? આવા જ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ વિજ્ઞાન હજી સુધી શોધી શક્યું નથી અને એટલે જ પોતાના આવા જ રહસ્યોના કારણે આ પાલમપેટ ગામમાં આવેલ ‘રામપ્પા’ શિવ મંદિર ચર્ચામાં બની રહ્યું છે.

Source : DailyHunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત