Site icon News Gujarat

જાણી લો રામાયણના આ સીન વિશે, જેણે દરેક વ્યક્તિને રડાવી દીધા હતા

જાણી લો રામાયણના આ સીન વિશે જેણે દરેક વ્યક્તિને રડાવી હતી!

image source

રામાનંદ સાગરની રામાયણ ૧૯૮૭માં પ્રથમ વખત દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. બીજી તરફ, બીઆર ચોપરાનું મહાભારત પણ ૧૯૮૮માં પ્રથમ વખત દૂરદર્શન પર પ્રસારિત થયું હતું. લોકો રામાયણ અને મહાભારતને એટલા જોતા હતા કે શેરીઓમાં મૌન છવાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમોના પ્રસારણ દરમિયાન બહાર શેરીઓનું વાતાવરણ લગભગ કર્ફ્યુ જેવું હતું. નોંધપાત્ર વાત એ છે કે રામાયણમાં ભગવાન રામએ અરુણ ગોવિલનું પાત્ર ભજવ્યું હતું. તે જ સમયે, સીતાની ભૂમિકા નિભાવી રહેલી દીપિકા ચીખલીયા આજે પણ સીતા તરીકે યાદ આવે છે. આ સાથે દારા સિંહે હનુમાનની ભૂમિકા ભજવી હતી. રાવણની ભૂમિકા નિભાવતી વખતે અરવિંદ ત્રિવેદીએ ઘણી લોકપ્રિયતા મેળવી.

image source

સાથોસાથ તેમાં ઘણા બધા ગુજરાતી કલાકાર કસબીઓ જોડાયા હતા. રામાનંદ સાગરની બહુચર્ચિત સીરિયલ રામાયણનો એક-એક સીન દર્શકોના દિલોમાં વસ્યો છે. લોકડાઉનમાં એકવાર ફરી શરૂ થયેલા રામાયણને દર્શકોએ ફરીથી એ જ પ્રેમ આપ્યો છે. રામાયણની ટીઆરપીનો મોટો ઈતિહાસ રચતા દર્શકોના મામલામાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. રામાયણ શરૂ થવાની સાથે જ તેના કેરેક્ટર્સ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમજ રામાયણમાં લક્ષ્‍મણનો રોલ પ્લે કરનારા એક્ટર સુનીલ લેહરી શો શરૂ થવાની સાથે જ શો સાથે સંકળાયેલા કિસ્સા શેર કરી રહ્યા છે. સુનીલ લેહરી દરરોજ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો શેર કરી રામાયણ સાથે સંકળાયેલો એક કિસ્સો સંભળાવે છે.

image source

એક્ટર સુનીલ લેહરીએ હાલમાં જ એક વીડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. સુનીલ લેહરીએ શૂટિંગ દરમિયાન એ કિસ્સો સંભળાવ્યો, જ્યારે સેટ પર તમામની આંખો ભીની થઈ ગઈ હતી. આ કિસ્સો ત્યારનો છે, જ્યારે રામના વનવાસ ગયા બાદ રાજા દશરથનું નિધન થઈ ગયું હતું. સુનીલે જણાવ્યું કે, આ એપિસોડ શૂટ કરતી વખતે તમામ લોકો ભાવુક થઈને રડવા માંડ્યા હતા. ત્યાં સુધી કે શોના ડિરેક્ટર રામાનંદ સાગરની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

સુનીલ લેહરીએ જણાવ્યું, આ એપિસોડનું શૂટ કરવું સરળ નહોતું. આ શૂટિંગ દરમિયાન સૌથી વધુ જે અપસેટ હતી તે કૌશલ્યા હતી, જે દશરથ એટલે કે જયશ્રી ગાડકરની રીયલ વાઈફ છે. તેણે જણાવ્યું કે, આ કિસ્સા બાદ તેને રિકવર થવામાં આશરે પૂરો એક દિવસ લાગ્યો હતો. તે એટલા માટે પણ ગમગીન હતું, કારણ કે તે મહારાજા દશરથનું લાસ્ટ શૂટ હતું, તે સ્વભાવે ખૂબ જ હસમુખા હતાં. તમને જણાવી દઈએ કે, વર્ષ ૧૯૮૭માં દૂરદર્શન પર શરૂ થયેલી આ સીરિયલે દરેક ઘરમાં પોતાની જગ્યા બનાવી. આ શોના તમામ કલાકારો ખાસ કરીને રામ અને સીતાને લોકો હકીકતમાં ભગવાનનો દરજ્જો આપવાનો શરૂ કરી દીધો હતો.

આપણે બધા એ જાણીએ છે કે રામાયણ સિરિયલનું નિર્માણ કોઈ નાનુંસુનું નિર્માણ નહોતું. તે એક ભવ્ય નિર્માણ હતું. તેના ભવ્ય સેટ ઉમરગામ ખાતે બાંધવામાં આવ્યા હતા અને સિરિયલ સાથે જોડાયેલા કલાકારો તેમજ સેટ પર કામ કરતા સેંકડો લોકોની રહેવા જમવાની વ્યવસ્થા પણ ત્યાંજ કરવામાં આવી હતી. આ સિરિયલના નિર્માણ પાછળ ઘણો લાંબો સમય લાગ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version