રાવણનો રોલ ભજવાનાર અરવિંદ ત્રિવેદીએ ટ્વીટર પર ખોલ્યું અકાઉન્ટ, ફેન્સની કહી સૌથી પહેલા આ વાત

લોકડાઉન શરુ થયું ત્યારથી દૂરદર્શન પર રામાયણ સીરીયલ ફરીથી ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. આ સીરીયલ રાવણના વધ સાથે પૂર્ણ થઈ છે. પરંતુ સીરીયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ એક નવી શરુઆત કરી છે.

image source

અરવિંદ ત્રિવેદીએ રામાયણના અંત સાથે ટ્વીટર પણ એન્ટ્રી કરી છે. તેણે 18 એપ્રિલથી ટ્વીટર અકાઉન્ટ એક્ટિવ કર્યું છે અને પહેલી ટ્વીટમાં તેણે લોકોને એક ખાસ હૈશટેગ ટ્રેંડ કરવાનું કહ્યું હતું.

તેણે ટ્વીટર પર અકાઉન્ટ શરુ કરવા અંગે કહ્યું હતું કે તેમના બાળકોએ તેમના ટ્વીટર શરુ કરવા કહ્યું હતું. 81 વર્ષીય અરવિંદ ત્રિવેદીએ પહેલી ટ્વીટમાં કહ્યું હતું કે રાવણ ટ્વીટર પર એ હૈશટેગ જે ટ્રેંડ કરશે તેને તેઓ ફોલો કરશે. ત્યારબાદ તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ ત્રિવેદી 1991માં ભાજપ પાર્ટી તરફથી સાબરકાંઠા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેમજ 1996 સુધી તેઓ ઓફિસનો કાર્યભાર સંભાળ્યો હતો.