Site icon News Gujarat

દર્દીઓ માટે ‘રામબાણ’સમાન DRDOની કોરોના દવા 2DG આવતા અઠવાડિયે થઈ જશે લોન્ચ

કોરોનાનો રોગચાળો ભારતમાં ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. કોઈને દવા નથી મળતી તો કોઈને ઓક્સિજન નથી મળતો. તો વળી કોઈને બેડ ન મળવાને કારણે મોત થઈ રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે એક ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે કે કોરોનાને હરાવવા માટે DRDO દ્વારા વિકસિત દવા 2-ડીજીની 10 હજાર ડોઝનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે દર્દીઓને લાભ મળશે. DRDOના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપતા જ દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

image source

આ વિશે માહિતી આપતાં અધિકારીઓએ કહ્યુ કે ભવિષ્યમાં દવાના ઉપયોગ માટે ઉત્પાદન કર્તા દવા માટે ઉત્પાદનને વધારી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ દવા બનાવવામાં ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવી છે. જેમાં અનંત નારાયણ ભટ્ટ પણ સામેલ હતા. આ પહેલાં ડીસીજીઆઈએ 8 મેએ DRDO દ્વારા વિકસિત કોવિડની દવાને ઈમરજન્સી મંજૂરી આપી હતી. મોઢાના માધ્યમથી લેવામાં આવનારી દવા કોરોનાના ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી હતી.

આ વિશે વાત કરતાં મંત્રાલયે જણાવ્યુ કે ચિકિત્સકીય પરિક્ષણમાં સામે આવ્યુ કે 2-ડીઓક્સી ડી ગ્લૂકોજ (2ડીજી) દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જલ્દી સાજા થવામાં મદદ મળશે. આ દવામાં સૌથી સારી વાત એ છે કે ઓક્સિજનની નિર્ભરતાને પણ આ દવા ઘટાડી દેશે. દવા વિશે વાત કરીએ તો 2 ડીજી દવા પાઉડરના રુપમાં પેકેટમાં આવે છે. આને પાણીમાં ઘોળીને પીવામાં આવે છે.

image source

દવાની અસરની વાત કરવામાં આવે તો જે લક્ષણો વાળા દર્દીઓને 2ડીજીથી સારવાર કરવામાં આવી તે સારવાર પ્રક્રિયા (એસઓસી)થી પહેલા સાજા થયા. એપ્રિલ 2020માં મહામારીની પહેલી લહેર દરમિયાન આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલ બાયોલોજીની સાથે મળીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો અને જોયુ કે આ અણુ સાર્સ કોવ-2 વાયરસની વિરુદ્ધ અસરકારક છે અને વાયરસના સંક્રમણને વધવાથી રોકી શકે છે. ત્યારે હવે આ નવી દવા પણ લોકોમાં અનેક આશાઓ જગાવીને બેઠી હતી.

image source

ઉલ્લેખનીય છે કે, કોરોનાની નવી દવા 2-DG હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછતની સ્થિતિમાં સુધારો લાવી શકે છે. ખુદ DRDOનું કહેવું છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે, એ ઉપરાંત તેમને સાજા થવામાં 2-3 દિવસ લાગશે, એટલે કે હોસ્પિટલમાંથી દર્દીઓને જલદી રજા મળી જશે. ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને નક્કી દવાઓની સાથે DRDOની દવા 2-deoxy-D-glucose (2-DG) આપવામાં આવી, ત્રીજા દિવસે એમાંથી 42% દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી ન હતી.

image source

તેમજ જે દર્દીઓને સારવારના નક્કી ધારાધોરણો અંતર્ગત દવા અપાઇ, એમાં આ આંકડો 31 ટકા હતો. આવી જ રીતે જે દર્દીઓને 2-DG દવા અપાઇ તેમને હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, તાવ અને શ્વાસ લેવાનો દર, બીજા દર્દીઓની સરખામણીમાં સરેરાશ 2.5 દિવસ પહેલાં જ સામાન્ય થઈ ગયો. સાથે જ દવા લેનારા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણોમાં ઝડપથી ઘટાડો જોવાયો. તેથી આવા દર્દીઓએ લાંબો સમય હોસ્પિટલોમાં રહેવું પડશે નહીં. 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version