અયોધ્યામાં મોરારિબાપુને ના મળ્યુ આમંત્રણ, સોશિયલ મીડિયામાં થયા આવા જોરદાર મિમ્સ વાયરલ

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વર્ષો સુધીની ખુબ લાંબી એવી કાનૂની લડત લડાઈ ગયા પછી હવે આવતી કાલે એટલે કે ૫ ઓગસ્ટ, ૨૦૨૦ બુધવારના દિવસે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કામને વિધિવત શરુઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાન રામના ભક્તોની શ્રધ્ધાના ધામનું નિર્માણ કાર્ય હવે શરુ થવામાં થોડાક જ કલાકોની વાર છે ત્યાં હવે લોકો માટે હવે પ્રત્યેક ક્ષણ ખુબ મહત્વની બની ગઈ છે. પણ આ સમયે દેશ- વિદેશમાં રામકથાના કથાકાર તરીકે પ્રસિદ્ધ એવા સંત મોરારી બાપુના ભક્તોમાં હાલમાં ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે.

image source

અયોધ્યા નગરીમાં ૫ ઓગસ્ટ, ૨૦૨૦ બુધવારના રોજ રામ જન્મભૂમિ પર ભગવાન રામના મંદિર નિર્માણ કાર્ય શરુ કરવા માટે ભૂમિપૂજનની સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિર માટે ભૂમિપૂજન કરાવવામાં આવશે. આ ભૂમિપૂજન માટે આખા દેશ માંથી અલગ અલગ સંપ્રદાયોના ૫૦ સંત અને મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પણ રામકથાના કથાકાર તરીકે વિશ્વ પ્રસિદ્ધ એવા મોરારી બાપુ જેમણે દુનિયાના ખૂણે ખૂણે રામકથાના માધ્યમથી રામના નામનો ડંકો વગાડ્યો છે તેમ છતાં મોરારી બાપુનું નામ આ ૫૦ સંત મહંતોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આવા સમયે સ્વાભાવિક છે કે મોરારી બાપુના ચાહકોનું નારાજ થવું પણ સ્વાભાવિક બાબત છે.

મોરારી બાપુના ચાહકોની સંખ્યા કરોડોમાં છે ત્યારે સ્વાભાવિક બાબત છે ચાહકો છે તો વિરોધીઓ પણ હશે જ. આ સમયે જયારે મોરારી બાપુને રામ જન્મભૂમિ પર થનાર કાર્યક્રમમાં આમંત્રણ નહી મળતા વિરોધીઓ મોરારી બાપુના કેટલાક મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે ચાલો જોઈએ કેવા છે મીમ્સ…

image source

સોશિયલ મીડિયામાં હોટ ટોપિક છે મોરારી બાપુ

મોરારી બાપુને અયોધ્યા કાર્યક્રમનું આમંત્રણ નહી મળતા મોરારી બાપુના ચાહકો સોશિયલ મીડિયા પર સરકાર સામે પોતાનો બળાપો કાઢી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ કેટલીક વ્યક્તિઓ એવી છે જેઓ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવીને મોરારી બાપુની મજાક કરી રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે, ક્યારેકને ક્યારેક આ બધા જ વ્યક્તિઓની ધાર્મિક ભાવનાઓને મોરારી બાપુ દ્વારા દુભાવવામાં આવી છે.

image source

ભગવાન કૃષ્ણના લીધે વિવાદમાં સપડાયા હતા. :

થોડાક સમય પહેલા જ ભગવાન કૃષ્ણના વંશજો વિષે યોગ્ય નિવેદન આપ્યા પછી મોરારી બાપુ ચર્ચાનો વિષય બની ગયા હતા. જેના લીધે યાદવ સમાજ ને કરોડો કૃષ્ણ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોચી હતી. તેમ છતાં પછીથી મોરારી બાપએ માફી યાદવ સમાજ અને કૃષ્ણ ભક્તોની માફી પણ માંગી લીધી હતી. પણ સમાજને આપવામાં આવેલ ડામને રૂઝ આવતા સમય લાગે છે.

image source

વિવાદોના લીધે આમંત્રણ મળ્યું નહી.:

આ બાબતે કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે, મોરારી બાપુની ક્યાંકને ક્યાંક વિવાદિત છવિના કારણે આમંત્રણ નહી આપવામાં આવ્યું હોય. ત્યાં અન્ય કેટલાક વ્યક્તિઓનું માનવું છે કે દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે મર્યાદિત સંત- મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના લીધે પણ મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પરંતુ સત્ય હકીકત શું છે તેના વિષે સરકાર કે પછી રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જ તેના વિષે જણાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત