5 કરોડ રૂપિયા..ની આટલી મોટી વાત આખરે કેમ સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ?

કોરોના વાયરસનો કહેર હજુ પણ આપણા દેશ સહીત આખાય વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આવા સમયે હાલમાં ૫ ઓગસ્ટના દિવસે થયેલા રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને વર્તમાન સમયે રામ મંદિરની ચર્ચાઓ ચારે બાજુ થઇ રહી છે. આવા સમયે સોશિયલ મીડિયામાં મંદિરમાં આપવામાં આવેલા દાનને લઈને પણ અનેક પોસ્ટ જોવા મળી રહી છે.

image source

જો કે આ સમયે શાહરૂખ ખાન દ્વારા રામ મંદિર માટે પાંચ કરોડના દાન આપ્યા અંગેની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં થઇ રહી છે, ત્યારે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ દ્વારા પાંચ કરોડના દાનને લઈને મળતી ખબરો સાવ ખોટી અને ભ્રામક છે.

મંદિર ટ્રસ્ટે કરી હતી દાન કરવાની અપીલ

image source

આપને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ શરુ થાય એના એક દિવસ પહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ ભરમાં રહેતા દરેક વર્ગના લોકોને પોતાની યથા શક્તિ પ્રમાણે મંદિર ટ્રસ્ટમાં દાન આપવાની અપીલ કરવામાં આવી હતી, આ દાન દ્વારા મંદિર યોજન મુજબ બનાવી શકાય. જો કે આ મંદિરના નિર્માણમાં પ્રધાન મંત્રીએ હાજરી આપી હતી, અને આ મંદિરે લોકડાઉનના સમય દરમિયાન જ લગભગ પાંચ કરોડ રૂપિયાનું દાન એકત્ર કરી લીધું હતું.

image source

સોશિયલ મીડિયામાં દાનની વાયરલ ખબર

જ્યારથી મંદિર માટે દાનની ચર્ચાઓ થાય છે ત્યારથી સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર થઇ રહી છે. આ તસ્વીરમાં એક તરફ શાહરૂખ ખાન દેખાઈ રહ્યા છે, બીજી તરફ રામ મંદિરનો સંભવિત આકાર. આ ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાને મંદિરના નિર્માણ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.

image source

આ દાનની રકમ રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ દ્વારા આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ વાતની પુષ્ટિ કરવા આ જ તસ્વીરમાં દૈનિક ભાસ્કરની એક કટિંગ લગાડવામાં આવી છે. જેમાં લખ્યું છે કે શાહરૂખ ખાનની કંપની રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટના એક સીનીયર મેનેજરે જણાવ્યું છે કે શાહરૂખ ખાને મંદિર નિર્માણ માટે પાંચ કરોડ આપવાનો અમને ઓર્ડર આપ્યો છે. આ રીપોર્ટ લેખકનું નામ રવિ શ્રીવાસ્તવ બતાવવામાં આવી રહ્યું છે.

image source

વાયરલ પોસ્ટમાં થઈ રહેલો દાવો ખોટો છે

આપને જણાવી દઈએ કે રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ દ્વારા દાનને લઈને વાયરલ થઇ રહેલી ખબર ખોટી છે. રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ દ્વારા પણ આ ખબરને ખોટી ગણાવવામાં આવી છે. આ સિવાય દૈનિક ભાસ્કરના જે કટિંગનો ઉપયોગ થયો છે, એ કટિંગના સમાચાર સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.

image source

આ વાતની ખરાઈ કરવા રેડ ચીલી ઓફોસીયલ અને દૈનિક ભાસ્કરના પોર્ટલ બંને પર તપાસ કરતા આ અંગે કોઈ માહિતી મળી શકી નથી. જો કે મીડીયાએ જયારે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી તો એમણે આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. તેમજ રવિ શ્રીવાસ્તવે લખેલી વાસ્તવિક ખબર એમ હતી કે લોકડાઉન દરમિયાન રામ મંદિર નિર્માણ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન એકત્ર થઇ ચુક્યું છે.

૫ ઓગસ્ટના દિવસે થયું ભૂમિ પૂજન

image source

આપને જણાવી દઈએ કે ગત પાંચ ઓગસ્ટના દિવસે અયોધ્યામાં પ્રધાન મંત્રી મોદીની હાજરીમાં મંદિરના શીલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. ૫ ઓગસ્ટ એ રામ મંદિર માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે. આ દિવસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદી બેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સહીતની હાજરીમાં પ્રધાન મંત્રી મોદીએ મંદિરની પહેલી ઈટ મૂકી હતી તેમજ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. આ મંદિરના નકશા પ્રમાણે આવનારા ત્રણેક વર્ષમાં આ ભવ્ય મંદિર બનીને તૈયાર થઇ જશે.

Source: TheLallantop

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત