રામનવમીએ પ્રભુ રામને પ્રસન્ન કરવા કરો આ હવન, જાણો મૂહૂર્ત, સામગ્રી અને વિધિ વિશે

21 એપ્રિલ અને બુધવારે રામ નવમીનો તહેવાર ઉજવાશે. આ દિવસે પૌરાણિક કથાઓ અનુસાર રામનવમીના દિવસે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામે રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. શ્રીરામ ચંદ્રનો જન્મ ચૈત્ર શુક્લની નવમીના દિવસે પુનવર્સુ નક્ષત્ર તથા કર્ક લગ્નમાં થયો હતો. આ દિવસે ભગવાન રામની ઉપાસના માટે વિશેષ રીતે કરાય છે. લોકો શ્રી રામની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આ દિવસે હવન અને કન્યા પૂજનનું વિધાન પણ છે. આખી અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવાય છે. આ રીતે કોરોના વાયરસની રીતે બીજી લહેરને લીધે ઉત્સવ ફીકો પડી શકે છે. કન્યા પૂજન અને હવનના સમયે કોરોના સંબંધી નિયમોનો ખ્યાલ રાખો. આવો જાણો રામ નવમીના વ્રતનું શુભ મૂહૂર્ત અને હવન સામગ્રીનું લિસ્ટ અને વિધિ.

image source

રામ નવમીનુ શુભ મૂહૂર્ત

નવમી તિથિ પ્રારંભ – 21 એપ્રિલ 2021થી રાતે 00. 43 મિનિટથી

તિથિ સમાપ્ત- 22 એપ્રિલ 2021ના રોજ 00.35 મિનિટે

પૂજા મૂહૂર્ત- સવારે 11.02 મિનિટથી બપોરે 01.38 મિનિટ સુધી

પૂજાનો કુલ સમય – 2 કલાક 36 મિનિટ સુધી

હવન સામગ્રી

  • લીમડો

    image source
  • ગુલરની છાલ
  • ચંદનનું લાકડુ
  • અશ્વગંદા
  • મુલેઠીની જડ
  • કપૂર
  • તેલ
  • ચોખા
  • લવિંગ
  • ગાયનું ઘી
  • એલચી
  • ખાંડ
  • નવગ્રહની લાકડી
  • પંચમેવા
  • જટાવાળું નારિયેળ
  • ગોળા
  • જવ
  • આસોપાલવનું લાકડ
  • આસોપાલવના પાન
  • પીપળાનું પાન
  • બિલિપત્ર

રામનવમીના હવનની વિધિ

image source

રામનવમીના દિવસે સવારે જલ્દી ઉઠી જાઓ. નિત્યકર્મ અને સ્નાન કરીને સાફ કપડા પહેરી લો. હવન કુંડને સાફ કરી લો અને કુંડમાં સમિઝા, કપૂર અને ઘી ઉમેરી તેને પ્રજ્વલિત કરી લો. દંપતિ સાથે હવનમાં બેસો.

image source

ગણેશજીનું મનમાં સ્મરણ કરો અને હવન શરૂ કરો. ભગવાન રામના નામની આહુતિ આપો. તેના પછી રામ પરિવાર અને સમસ્ત દેવી દેવતાના નામની યજ્ઞમાં આહુતિ આપો, શાસ્ત્રઓમાં 108 આહુતિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. જ્યારે હવન સંપન્ન થાય ત્યારે ભગવાન રામની આરતી કરો અને મીઠા પકવાન બનાવી ભોગ ધરો. આ પછી કન્યા પૂજન કરો. આ માટે કન્યાના પગ ધૂઓ અને તેમને ભોજન કરાવીને દક્ષિણા આપો.

image source

તો તમે પણ આ વિધિ, મૂહૂર્ત અને પૂજા સામગ્રીને ધ્યાનમાં રાખીને આવનારી રામ નવમીની પૂજાની તૈયારીઓ સરળતાથી કરી લો ને સવારે વહેલા જ પૂજા કરી લો તે યોગ્ય છે. તો ભૂલતા નહીં નહીં તો નાની ભૂલથી પણ માતાજી નારાજ થશે અને કરેલા ઉપવાસનું ફળ પણ તમને મળશે નહીં.