જ્યારે રેમ્પ વોક કરતી વખતે oops મોમેન્ટસનો શિકાર થઈ આ અભિનેત્રીઓ, એક તો સ્ટેજ પર જ ગબડી પડી.

જાણીતી અભિનેત્રી પૂનમ ધીલ્લોને ફિલ્મોથી લઈને નાના પડદા પર ભજવેલા પોતાના પાત્રોથી દર્શકોનું દિલ જીતી લીધું છે. વર્ષ 1977માં માત્ર 16 વર્ષની ઉંમરમાં પૂનમ મિસ ઇન્ડિયા બની. રેમ્પ વોક સાથે એમનો જૂનો સંબંધ છે જો કે એકવાર એવું થયું કે જ્યારે પૂનમ પોતાને સંભાળી ન શકી અને રેમ્પ વોક દરમિયાન ગબડી પડી. તમને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટનાનો શિકાર ફક્ત પૂનમ જ નહીં પણ બીજી ઘણી અભિનેત્રીઓ પણ થઈ ચૂકી છે. ચાલો તો જાણી લઈએ એવી અભિનેત્રીઓ વિશે.

પૂનમ ધીલ્લોન

image source

સૌથી પહેલા વાત કરીએ પૂનમ ધીલ્લોન વિશે. એક ફેશન ઇવેન્ટમાં પૂનમ ધીલ્લોન ડિઝાઈનર વિક્રમ ફડણવિસ માટે રેમ્પ વોક કરી રહી હતી અને એ દરમિયાન આ ઘટના બની. પણ રેમ્પ પર પડી ગયા પછી પણ પૂનમે પોતાની જાતને ખૂબ જ સારી રીતે સંભાળી લીધી હતી.

કંગના રનૌત

image source

બૉલીવુડ સ્ટાઇલ ડીવા કંગના રનૌતને રેમ્પ પર પરફેક્ટ વોક કરતા એમની ફિલ્મ ફેશનમાં આપણે જોઈ ચુક્યા છે. અસલ જિંદગીમાં જ્યારે કંગના રેમ્પ પર ઉતરી તો એ હલબલી ગયેલી જોવા મળી. કંગના વિલ્સ લાઈફ સ્ટાઇલ ઇન્ડિયા ફેશન વિકમાં શો સ્ટોપર બનીને પહોચી હતી. એમને ડિઝાઈનર નમ્રતા જોશીપુરા સાથે ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી.

યામી ગૌતમ.

image source

લેકમે ફેશન વિકમાં યામી ગૌતમ સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી. એ હલબલી ગઈ અને પડતા પડતા રહી ગઈ. યામીએ લોન્ગ ગાઉન અને બુટ્સ પહેરેલા હતા જેના કારણે એમનું બેલન્સ બગડી ગયું. જો કે યામી ગૌતમે તરત જ પોતાને સંભાળી લીધી અને એકદમ કોન્ફિડન્સ સાથે વોક કરવા લાગી.

સોનાક્ષી સિન્હા.

सोनाक्षी सिन्हा
image source

ઇન્ડિયા પ્રાઇડ ફેશન વિક 2010 દરમિયાન સોનાક્ષી સિન્હા રેમ્પ પર લગભગ પડી જ ગઈ હતી. એ દરમિયાન સોનાક્ષી સિન્હાએ ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યું હતું. પડ્યા પછી સોનાક્ષી સિન્હા ઉઠી તો એમને પોતાની જાતને ચીયર કર્યું અને ઉઠીને પાછી વોક કરવા લાગી.

સુસ્મિતા સેન

image source

સુસ્મિતા સેન જ્યારે પણ રેમ્પ પર આવે છે, છવાઈ જાય છે પણ એમની સાથે પણ આવી ઘટના બની ચુકી છે. બ્લુ કલરના ગાઉનમાં સુસ્મિતા સેન કમાલની લાગી રહી હતી. ત્યારે એમનો ડ્રેસ એમની હિલ્સની નીચે આવી ગયો અને એ થોડા લથડીયા ખાવા લાગી.

સોના મહાપાત્રા.

image source

સિંગર સોના મહાપાત્રા લેકમે ફેશન વિકમાં પોતાને સંભાળી ન શકી અને રેમ્પ પર જ પડી ગઈ. એ દરમિયાન સોનાએ ભૂરા કલરનું ગાઉન પહેર્યું હતું.