નિર્દયતા: રમતા-રમતા આઠ વર્ષની બાળકીના ગળામાં ફસાઈ ગઈ સીટી, હોસ્પિટલ તંત્રએ પરિવારજનોને ધક્કે ચઢાવતા અંતે તડપી-તડપીને મોતને ભેટી ઘરની લક્ષ્મી

આઠ વર્ષની બાળકીના ગળામાં ફસાઈ ગઈ સીટી, હોસ્પિટલની બેદરકારીના પગલે સમયસર સારવાર ન મળતા બાળકીનું થયું કરુણ મોત. બિહારના મુંગેરમાં એક આઠ વર્ષથી બાળકીના ગળામાં રમતા રમતા સીટી ફસાઈ ગઈ હતી. અને આ પીડિત બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું.

મળેલી માહિતી અનુસાર મુંગેરના અસરગંજ પોલીસ મથક વિસ્તારના ચોરગાંવના રામજી ઠાકુરની આઠ વર્ષની દીકરી જેનું નામ ખુશ્બુ હતું, આ ખુશ્બુ કુમારી એક પ્લાસ્ટિકની સીટી વગાડીને રમી રહી હતી. રમતા રમતા અચાનક સીટી બાળકીના ગળામાં ફસાઈ ગઈ હતી.

image source

અચાનક જ સીટી બાળકીના ગાળામાં ફસાઈ જવાના કારણે બાળકી તડપી રહી હતી. આ વાતની જાણ બાળકીએ પોતાની માતાને કરી અને જ્યારે આ વાત પરિવારના અન્ય સભ્યોને ખબર પડી તો બધા જ ચિંતાતુર થઈ ગયા. પરિવારજનો તરત જ એને સારવાર માટે અસારગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.

ફરજ પર હાજર ડોકટરોએ પ્રાથમિક તપાસ બાદ બાળકીની હાલત જોઇને તેને માયાગંજ હોસ્પિટલ ભાગલપુર લઈ જવા માટે કહ્યું હતું. આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડોક્ટર વિપિન કુમારે તેની તપાસ કરી હતી.

બાળકીને મયગંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે માયાગંજ હોસ્પિટલ ભાગલપુરના ડોકટરોએ બાળકીને પટના લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ પટના લઈ જતા રસ્તામાં જ બાળકીનું મોત થયું હતું. આમ નિર્દય હોસ્પિટલ તંત્રએ બાળકીના પરિવારજનોને ધક્કે ચઢાવ્યા હતા, અને બાળકીને સમયસર સારવાર ન મળતા બાળકીનું મૃત્યુ થયું હતું.

image source

બાળકીના કરુણ મૃત્યુ પછી બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલના તંત્રએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહોતી કરી આપી. બાળકીને ટેમ્પો દ્વારા ભાગલપુર માયાગંજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડોકટરોએ બાળકીને અકબરનગર હોસ્પિટલમાં મોકલી આપી હતી.

સરકારી હોસ્પિટલોના વલણને જોતાં, બાળકીને લઈને તેના પરિવારજનો લાંબા સમય સુધી ભાગલપુરની ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપતા રહ્યા હતા. અને આખરે ,પટના લઇ જતી વખતે રસ્તામાં જ બાળકીનું મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે 3થી 6 વર્ષના બાળકો જ્યારે રમકડાથી રમતા હોય છે, ત્યારે રમકડામાં આવતો નાનો LEB બલ્બ, સ્ક્રુ, સીટી જેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે અને ઘણી વખત રમતા રમતા એ આ વસ્તુઓ ગળી જતા હોય છે. વડીલોની દેખરેખ હેઠળ જ આવા રમકડા બાળકોને રમવા આપવા કે પછી આવી નાની વસ્તુઓ રમકડામાંથી દૂર કરી દેવી.

image source

આવી ગળી જવાની વસ્તુઓમાં ક્યારેક કોઈ ખાવાની વસ્તુઓ પણ હોય છે, ઘણીવાર બાળકો સૂતા-સૂતા ખાતા હોય છે, જેથી મોઢામાં ગળી જવાની શક્યતા વધુ જોવા મળે છે.

આ ઉપરાંત લખોટી, રૂપિયાના સિક્કા જેવી વસ્તુઓ પણ સરળતાથી બાળકના ગળામાં ફસાઈ શકે છે એટલે પરિવારજનોએ નાના બાળક આવી વસ્તુઓ રમવા ન આપવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત