Site icon News Gujarat

મલ્ટી કલર્ડ ટુટી ફ્રુટી – કોઈપણ વાનગીને ગાર્નિશ કરવા માટે આ ટુટી ફ્રૂટી કામ લાગશે…

મલ્ટી કલર્ડ ટુટી ફ્રુટી :

બહુ વર્ષોથી વિશ્વભરમાં ટુટી ફ્રુટી જુદા જુદા ફળોમાંથી બનાવવામાં આવે છે. જે દેશનું જે ફળ ટુટીફ્રુટી બનાવવામાં અનુકૂળ આવતું હોય તેમાંથી ત્યાંના જુદા નામથી પણ ટુટી ફ્રુટી બનાવવામાં આવે છે.

એક માત્ર ભારતમાંજ ટુટી ફ્રુટી પપૈયામાંથી બનાવવામાં આવે છે. ભારતમાં હવે તરબુચની છલના વ્હાઇટ ભાગમાંથી પણ ઘણા લોકો ટુટી ફ્રુટી બનાવે છે પણ તેનું રિઝલ્ટ પપૈયામાંથી બનતી ટુટી ફ્રુટી જેવું નથી આવતું.

ટુટી ફ્રુટીથી વાનગીને ગાર્નીશ કરી શકાય છે તેમજ તેમાં ઉમેરીને પણ વાનગી બનાવી શકાય છે. ટુટી ફ્રુટીથી ગાર્નીશ કરેલી વાનગી લોકોમાં માઉથ વોટરીંગ ટેસ્ટ ફીલ કરાવે છે.

જોઇ ને જ ખાવાનું મન થઇ આવે. બાળકોને એમજ પણ ટુટી ફ્રુટી ખૂબજ ભાવતી હોય છે.

આપણે ત્યાં કાચા પપૈયામાંથી તૈયાર થતી મલ્ટી કલરની ટુટી ફ્રુટીનો ઉપયોગ મુખ્યત્વે સ્વીટ વાનગીમાં થતો હોય છે.

જે ટેસ્ટની વાનગી હોય તે જ કલર અને ટેસ્ટની ટુટી ફ્રુટીનો ઉપયોગ કરી જેતે વાનગીને ગાર્નિશ કરી શકાય છે. તેમજ જુદા જુદા કલરની અને ટેસ્ટવાળી ટુટી ફ્રુટી સાથે મિક્ષ કરીને પણ ગાર્નિશ કરી શકાય છે, એ બાળકોને વધારે એટ્રેક્ટ કરે છે. દેખાવમાં પણ ખૂબજ સરસ લાગે છે. આઇસ્ક્રીમ, ફ્રુઇટ સલાડ, ફ્રુટ લસ્સી, મેંગો મસ્તાની, ફ્રુટ કસ્ટર્ડ વગેરેમાં અંદર ઉમેરીને ઉપરથી પણ ટુટી ફ્રુટી સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરવામાં આવે છે.

બેકીંગ આઇટમો જેવીકે સ્વીટ કેક, ટુટી ફ્રુટી કેક, કસ્ટર્ડ કુકી કે નાનખટાઇ, કપ કેક વગેરેમાં પણ ટુટી ફ્રુટીનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કેમકે તેનાથી વાનગીનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને બધાને ખૂબ જ ભાવે છે.

ટુટી ફ્રુટી માર્કેટમાં રેડી પણ મળતી હોય છે. પણ ઘરે બનાવવી ઘણી સરળ છે, પણ બનાવવા માટે થોડો ટાઈમ વધારે લાગે છે. ટુટી ફ્રુટી અગાઉથી બનાવીને રેફ્રીઝ્રરેટરમાં સ્ટોર કરી રાખવાથી ગમે ત્યારે જરુર પડે ત્યારે તરત જ ઉપ્યોગમાં લઈ શકાય છે.

આજે હું અહીં મલ્ટી કલરની ટુટી ફ્રુટીની રેસિપિ આપી રહી છું જે તમને બધાને ખૂબજ ઉપયોગી થશે. તમે પણ ચોક્કસથી ફ્રેશ ટુટી ફ્રુટી ઘરે બનાવવાની ટ્રાય કરજો.

મલ્ટી કલર્ડ ટુટી ફ્રુટી બનાવવા માટેની સામગ્રી :

મલ્ટી કલર્ડ ટુટી ફ્રુટી બનાવવાની રીત :

250 ગ્રામ પપૈયુ લઇને તેની જાડી છાલ ઉતારી લ્યો. તેમાંથી તેના બી કાઢી નાખી ને બીની નીચેની પાતળી વ્હાઇટ છલ કાઢી નાંખો. ત્યારબાદ પાણીથી સરસ ધોઇ લ્યો. કપડાથી લુછીને તેની પાતળી ચીરીઓ કરી લ્યો.

હવે તેમાંથી ટુટી ફ્રુટી જેવડા નાના પીસ કાપી લ્યો. 200 ગ્રામ જેટલા વજનના પીસ થશે.

હવે એક પેનમાં 1 ½ કપ પાણી ગરમ મૂકો.

મિડિયમ ફ્લૈમ રાખો. પાણી ગરમ થાય એટલે તેમાં ટુટી ફ્રુટી જેવડા નાના કરેલા પપૈયાના પીસ ઉમેરી દ્યો.

પણી સાથે મિક્સ કરીને હલાવીને ઉકાળો. થોડી થોડી વારે હલાવતા રહો. 2-3 વાર ઉપર નીચે કરી હલાવવાથી બધા પપૈયાના પીસ એકસરખા કુક થઇ જશે.

પીસ ને દબાવવાથી અધકચરા કૂક થયેલા લાગશે, ત્યાં સુધી ઉકાળો.

અથવા 8-10 મિનિટ કૂક થયા પછી પીસ ટ્રાંસ્પરંટ કલરના થઈ જશે. એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

હવે ચાળણીમાં નાખીને પાણી નિતારી લ્યો.

હવે એક પેન લઈ તેમાં 1 કપ સુગર ઉમેરો તેમાં 1 કપ પાણી ઉમેરી મિક્ષ કરી ફ્લૈમ પર સુગર સીરપ બનાવવા પર મૂકો. તવેથાથી હલાવતા જઈને સુગર ઓગાળો.

જરા ઉકળે એટલે તેમાં પિંચ લીંબુના ઉમેરી મિક્ષ કરો. લીંબુના ફુલ ઉમેર્યા પછી તરત સિરપ થોડું ઘટ્ટ કલરનુ લાગશે, પણ 1-2 મિનિટ ઉકળશે એટલે સુગર સિરપ એકદમ ક્લીન – ટ્રાંસપરંટ કલરનું થઈ જશે.

હવે તેમાં પપૈયાના અધકચરા કૂક થયેલા,પાણી નિતારેલા પપૈયાના બધા પીસ તેમાં ઉમેરી દ્યો. જરા ઉકળે એટલે તેમાં ½ ટી સ્પુન વેનીલા એસેંસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

થોડી થોડીવારે હલાવતા રહી ઉકળવા દ્યો.

સુગર સીરપ 1 તારનું થઇ જાય અથવા પપૈયાના પીસ સુગર સીરપમાં ઉકળીને ટ્રાંસપરંટ ( પીકમાં બતાવ્યા પ્રમાણે ) કલારના થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

હવે બીજા 4 બાઉલ લ્યો. બધા બાઉલમાં 3-3 ટેબલ સ્પુન જેટલા સુગર સીરપ સાથે ટુટી ફ્રુટીના પીસ ઉમેરો.

ચારેય બાઉલમાં અનુક્રમે યલો, રેડ રોઝ, સ્ટ્રોબેરી રેડ અને ગ્રીન ફુડ કલર ઉમેરી તેમાં રહેલા સીરપ અને ટુટી ફ્રુટી સાથે સ્પુન વડે એકરસ થાય એ રીતે મિક્ષ કરી લ્યો.

તમે તમારા મનપસંદ કલર ઉમેરો.

2-3 કલાકે ફરી તેમાં સ્પુન ફેરવી ઉપર નીચે કરી લેવા. આ રીતે કરવાથી ક્લર બધી ટુટી ફ્રુટીમાં સરસથી લાગી જશે.

ટુટી ફ્રુટીને 24 ક્લાક કલર્ડ સુગર સીરપમાં રાખવાની છે.

24 કલાક પછી બધાને અલગ અલગ 4 બાઉલમાં ગળણી મૂકી ગાળી લ્યો. એકાદ કલાક સુધી તેમાંથી સુગર સીરપ નિતરવા દ્યો. ત્યાં સુધી સ્પુન વડે ટુટી ફ્રુટીના થોડી થોડી વારે ઉપર નીચે કર્યા કરવી. એટલે સુગર સીરપ સારુ એવું નિતરી જાય.

ત્યારબાદ ચારેય બાઉલમાં પેપર ટોવેલ મૂકી, ગળણીમાંથી નિતારેલી ટુટીફ્રુટી અલગ અલગ બાઉલમાં પેપર ટોવેલ પર ટ્રાંસફર કરો. ( પીકમાં બતાવ્યા પ્રમાણે ).

1 કલાક રાખી તેમાં પણ ટુટી ફ્રુટી ઉપર નીચે કરો. જેથી વધારાનું સુગર સીરપ તેમાં શોષાઈ જશે અને ટુટી ફ્રુટી સરસ છુટી છુટી થઇ જશે.

તો હવે મલ્ટી કલરની ટુટી ફ્રુટી રેડી છે. સ્વીટ રેસિપિ બનાવીને તેમાં આ ટુટી ફ્રુટીનો ઉપયોગ કરવાથી તેનો લુક અને ટેસ્ટ બન્ને વધી જશે. બાળકોને આ ટુટી ફ્રુટી પણ ખૂબજ ભાવશે. દરેક કલરની ટુટી ફ્રુટીને અનુરુપ તેમાં એસેંસ ઉમેરી શકાય.તો તમે પણ ટ્રાય કરજો.

જેમકે ગ્રીનમાં પિસ્તાનું એસેંસ ઉમેરી પિસ્તા આઇસક્રીમમાં ગ્રીન ટુટી ફ્રુટી ઉમેરવાથી આઇસ ક્રીમનો ટેસ્ટ અને લુક બન્ને એનહાંસ થશે. ગ્રીન માં કાચી કેરીનું પણ એસેંસ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version