શું તમે જોઇ છે ગુજરાતની આ 900 વર્ષ જૂની પગથિયાં વાળી વાવ?

પ્રાચીન જમાનામાં મોટાભાગના રાજા મહારાજા પોતાના રાજ્યમાં ઠેક ઠેકાણે કુવાઓ ખોદાવતા હતા જેથી પોતાની પ્રજાને પાણીની કોઈ અછત ન પડે. ભારતમાં એવા હજારો કુવાઓ છે જે સેંકડો વર્ષો જુના છે અને અમુક તો હજારો વર્ષો જુના છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક કુવા વિષે વાત કરવાના છીએ જેને ” રાણીની બાવડી ” તરીકે ઓળખવામાં આવે છે. બાવડી શબ્દનો અર્થ પગથિયાં વાળો કૂવો એમ થાય છે અને આપણે ગુજરાતીમાં તેને વાવ તરીકે ઓળખીએ છીએ. આપણે જે રાણીની બાવડીની વાત કરી રહ્યા છીએ તે અસલમાં 900 વર્ષ જૂની છે અને વર્ષ 2014 માં તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટ પણ જાહેર કરવામાં આવી હતી.

image source

હવે સરપ્રાઈઝ દઈએ કે આ રાણીની બાવડી ગુજરાતમાં જ આવેલી છે. પાટણ માં આવેલી આ રાણીની બાવડીને રાણીની વાવ પણ કહેવામાં આવે છે જેનું નિર્માણ 1063 ઈસ્વી માં સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં તેમના પત્ની ઉદયામતી દ્વારા કરાવવામાં આવ્યું હતું. રાણી ઉદયામતી જૂનાગઢના ચુડાસમા શાસક રા’ખેંગાર ની પુત્રી હતા.

image source

આ વાવના આકારની વાત કરીએ તો વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. અને તેને ભારતમાં આવેલી અન્ય વાવ કરતા સાવ અલગ અને વિશેષ અનોખી ગણવામાં આવે છે કારણ કે વાવની અંદરની દીવાલો અને સ્થંભો પર ઘણી બધી કલાકૃતિઓ બનાવવામાં આવેલી છે જેનું બારીક નકશીકામ જોઈ સારા સારા કારીગરો પણ અચંભિત થઇ જાય છે.

image source

સાત માળની આ વાવ મારુ – ગુર્જર વાસ્તુ કલાનો અદભુત નમૂનો છે. વાવ વિષે બીજી એક જાણવા જેવી બાબત એ પણ છે કે લગભગ સાત સદી સુધી સરસ્વતી નદીના પેટાળમાં છુપાયેલી હતી. બાદમાં તેને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા શોધી કાઢવામાં આવી અને તેની સાફ સફાઈ કરવામાં આવી હતી. હાલ અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને અહીંના નકશીકામ નિહાળી અભિભૂત થાય છે.

image source

કહેવાય છે કે આ વિશ્વપ્રસિદ્ધ પગથિયાં વાળી વાવની નીચે એક નાનકડો ગેટ પણ છે જેની અંદર લગભગ 30 કિલોમીટર લાંબી સુરંગ આવેલી છે. આ સુરંગ પાટણના સિદ્ધપુરમાં જઈને ખુલે છે. એવું મનાય છે કે પહેલા આ ગુપ્ત સુરંગનો ઉપયોગ રાજા અને તેના પરિવાર દ્વારા યુદ્ધ અથવા આપાતકાલીન પરિસ્તિથીમાં બહાર નીકળવા માટે કરાતો હતો. જો કે હવે આ સુરંગ પથ્થરો અને કીચડના કારણે બંધ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત