જ્યારે 150 રેપ સીન કરી ચૂકેલા રંજીત પર ભડકી હતી માધુરી દીક્ષિત, બધાની સામે ઝાટકી નાખ્યો હતો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત વિલન રણજીતે લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેણે આ ફિલ્મોમાં 150 વખત બળાત્કારના દ્રશ્યો આપ્યા છે. વાત જાણે એમ છે કે બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે ફિલ્મને હિટ બનાવવા માટે બળાત્કારના દ્રશ્યો નાખવામાં આવતા હતા. ઈન્ડસ્ટ્રીમાં રણજીતની ઓળખ રેપિસ્ટ તરીકે થઈ હતી. રંજીતના પરિવારના સભ્યો પણ તેનાથી નારાજ હતા. તેના પિતા ઘણીવાર તેને કહેતા કે તે અમૃતસર જઈને શુ મોઢું બતાવશે. રણજીતના નામથી 70-80ના દાયકામાં ગભરાટ થતો હતો. રણજિત તેની આંખોમાંની ક્રૂરતા અને ચહેરા પરના કુટિલ સ્મિત માટે જાણીતો હતો. રંજીતે લગભગ દરેક મોટી અભિનેત્રી સાથે બળાત્કારના દ્રશ્યો ફિલ્માવ્યા હતા. પરંતુ એકવાર જ્યારે તેને ધક ધક ગર્લ માધુરી સાથે એક સીન શૂટ કરવાનો હતો ત્યારે માધુરીએ તેને સેટ પર સખત ઠપકો આપ્યો હતો. જાણો સેટ પર એવું શું થયું કે માધુરીએ પોતાનો મગજ પરનો કાબૂ ખોઈ દીધો હતો

માધુરીને લાગી રહી હતી બીક

image soucre

વાત છે 1989માં આવેલી ફિલ્મ ‘પ્રેમ પ્રતિજ્ઞા’ની. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને મિથુન ચક્રવર્તી, વિનોદ મહેરા મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે રણજીતને વિલનનો રોલ કરવાનો હતો. ફિલ્મમાં માધુરીએ રેપ સીન શૂટ કરવાનો હતો. માધુરી આનાથી ખૂબ ડરી ગઈ હતી. પરંતુ ડાયરેકટરની સમજાવટ પર તે સીન કરવા માટે રાજી થઈ ગઈ.

ધ્રુજવા લાગી હતી માધુરી

image soucre

ઈન્ડસ્ટ્રીમાં રણજીતની ઈમેજ એક વિલનની બની ગઈ હતી. માધુરી રણજીતને જોઈને ગભરાઈ ગઈ. સીન શૂટ થાય છે અને રણજીત તેની પકડ મજબૂત કરે છે અને માધુરીને તકલીફ થવા લાગે છે. રંજીત નિર્ધારિત સ્ક્રિપ્ટ કરતાં વધુ રીએક્ટ કરી રહ્યો હતો. સીન પૂરો થતાં જ માધુરી ધ્રૂજવા લાગે છે.

માધુરીને આવ્યો ગુસ્સો

image source

એવું કહેવાય છે કે સીન પૂરો થયા બાદ રંજીત માધુરીને છોડી રહ્યો ન હતો. માધુરી તેમને દૂર ધકેલી દે છે. માધુરી રણજીતની હરકતથી એટલી ગુસ્સે થાય છે કે તે સેટ પર બધાની સામે તેને ઠપકો આપે છે અને તેને ફરીથી ક્યારેય હાથ ન લગાવવાની ધમકી આપે છે.

રંજીતે ક્યારેય દારૂને નથી લગાવ્યો હાથ

image soucre

રંજીત ભલે ફિલ્મોમાં ખલનાયક તરીકે જોવા મળે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેણે ક્યારેય મીટ-ફિશ, આલ્કોહોલ-સિગારેટને સ્પર્શ કર્યો નથી. તો ફિલ્મો સિવાય, રણજીતે ટીવી શોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘હિટલર દીદી’, ‘ત્રિદેવિયાં’ અને ‘બસેરા’ જેવી સીરિયલ્સ સામેલ છે.