ચાર મિત્રો થયા ગંભીર અકસ્માતનો શિકાર, રણુજાથી દર્શન કરીને પરત ફરી રહયા હતા

આજે વહેલી સવારે ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર મિત્રનો ભોગ લીધો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં ભોગ બનનાર હોમગાર્ડના મિત્રો રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ઘટનામાં 4નાં મૃત્યુ થયાં છે, જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાની કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

image socure

શુક્રવારે વહેલી સવારે કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે કમકમાટી સર્જે એવો અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) અને કાર (નં. GJ-07-DA-8318) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી એટલા જોરથી અથડાયા હતા કે કારનો લોચો વળી ગયો હતો.

તમને જણાવી દઈએ કે અકસ્માત થયો એ પછી આઈસર ટ્રક ચાલક એનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો, આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા..

image socure

અકસ્માતનો ભોગ બનેલી કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો માંથી 4ને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેઓ સ્થળ પર જ મોતને શરણે થયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને તરત સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોએ જણાવ્યા અનુસાર ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.

પોલીસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે.

તમને જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનનાર તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાશે. આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસે હાથ ધરી હોવાનું કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાએ જણાવ્યું છે.

image source

ખેડા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મહેશ મહેતાએ આ ગંભીર અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ ઘટનામાં મોતને શરણે થયેલા 4 હોમગાર્ડ ને વ્યક્તિ દિઠ સહાય ચૂકવાશે. હોમગાર્ડ કલ્યાણ નીધી ફંડમાંથી વ્યક્તિ દિઠ મૃતકના પરિવારને 1 લાખ 55 હજારની સહાય ચૂકવાશે. સાથે સાથે ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને પણ જે કઈ બીલ મૂકે તેના ચૂકવણી કરવા પ્રયત્નો કરવામાં આવશે.

આ ગંભીર અકસ્માતમાં રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55), મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48), નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35), શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33)ના જીવ લીધા હતા ​​​​​​​