પત્ની દીપિકા માટે શેફ બન્યો રણવીર, રસોડામાં કરી આ રીતે મહેનત

મુંબઈ સહિત દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં 14 એપ્રિલએ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મુદત 3 મે સુધી લંબાવી છે.

image source

આવી સ્થિતિમાં દેશવાસીઓને વધુ થોડા દિવસો માટે ઘરની અંદર જ રહેવું પડશે. લોકડાઉનને કારણે બોલિવૂડ સ્ટાર્સની લાઈફ પણ પ્રભાવિત થઈ છે. તેના કારણે સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સ ઘર સાફ કરતાં, રસોઈ બનાવતા કે અન્ય કામ કરતાં જોવા મળી રહ્યા છે.

તેવામાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના હબી એટલે કે રણવીર સિંહની. જે પોતાની પ્રિય પત્ની માટે કંઈક તૈયાર કરી રહી છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રણવીર સિંહ તેની પત્ની માટે રસોઈ બનાવતો નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by RANVEER | DEEPIKA | FANPAGE (@deepveer_myheartbeat) on

રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે પેનકેક બનાવવાની તૈયારી કરતો જોવા મળે છે. આ એક બૂમરેંગ વીડિયો છે. વીડિયોમાં તે પેનકેક બનાવી તેને શેકવાની રીત શીખી રહ્યો છે. આ સમય દરમિયાન કુક પહેરે તેવા કપડામાં જોવા મળે છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લોકડાઉનમાં ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. તેમના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.