Site icon News Gujarat

પર્લ નેકલેસ પહેરી રણવીર સિંહે શેર કરી જોરદાર તસવીર, જે જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

પર્લ નેકલેસ પહેરી રણવીર સિંહે શેર કરી તસ્વીર – અને પછી મિત્ર અર્જુન કપૂરે કરી આ કમેન્ટ

બોલીવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની ફેશન સેન્સના કારણે જાણીતો છે. તેમની સ્ટાઇલ જોઈને સારા સારા એક્ટર્સ પણ તેમના વખાણ કરતાં થાકતા નથી હોતા. અવારનવાર રણવીર પોતાની નવી તસ્વીરોથી ફેન્સથી લઈને સ્ટાર્સ સુધીના લોકોના દીલ જીતી લે છે. તમે જાણતા જ હશો કે તેઓ પાતના નવા લૂકથી ફેન્સને દર વખતે સરપ્રાઇઝ કરી દે છે.

હવે એકવાર ફરી રણવીરે પોતાની એક નવી જ સેલ્ફી શેર કરી છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. તમે જોઈ શકો છો કે આ તસ્વીરમાં તેમણે કેઝ્યુઅલ ટી-શર્ટ પહેર્યું છે અને સાથે કેપ પણ પહેરી છે જે એક સામાન્ય વાત છે પણ અસામાન્ય અને અનોખી વાત એ છે કે તેમણે પોતાના આ કેઝ્યુઅલ લૂક સાથે પર્લ નેકલેસને પેર કર્યો છે. અને તેના જ કારણે લોકોનું ધ્યાન વારંવાર તેમની તસ્વીર તરફ જાય છે.

image source

રણવીરની આ તસ્વીર પર ફેન્સ ઝડપથી રિએક્શન આપી રહ્યા છે. ફેન્સ ઉપરાંત આ લિસ્ટમા એક્ટર અર્જુન કપૂરનો પણ સમાવેશ થાય છે. જેમણે ખૂબ જ રમૂજી કમેન્ટ કરી છે. વાસ્તવમાં આ ફોટોને રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તમે જોઈ શકો છો કે આ તસ્વીરમાં રણવીર પોતાની હોટેલના રૂમની બાલકનીમાં છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં બીચનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. આ દરમિયાન રણવીરે પર્લ નેકલેસની સાથે સાથે સ્ટડ પણ પહેર્યો છે તેમણે ફિલ્મ મધુમતીના એક ગીતને કેપ્શનમાં લખ્યું છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે – ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીન, હમેં ડર હૈ, હમ ખો ન જાએં કહીં.’

તેને જોઈને અર્જુન કપૂરે કમેન્ટ કરતાં લખ્યું છે, ‘બાબા તૂ હીરા નહીં. મોતી હૈ.’

image source

આ પહેલા રણવીર સિંહ અને પત્ની દીપિકા પાદુકોણેની એક વિડિયો પણ વાયરલ થઈ હતી. જેમાં દીપિકા પોતાની આવનારી ફિલ્મના શૂટિંગ લોકેશન પર જઈ રહી હતી. જેને છોડવા માટે રણવીર પણ આવ્યા હતા અને છેવટે દિપીકાએ રણવીરને કીસ આપીને તેની વિદાઈ લીધી હતી.

image source

હવે રણવીરના કામની વાત કરીએ તો રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં ગેસ્ટ એપિયરન્સમાં જેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન પણ ગેસ્ટ તરીકે જોવા મળશે જો કે ફિલ્મમાં મુખ્ય કલાકારો અક્ષય કુમાર અને કેટરિના કૈફ છે. બીજી બાજુ રણવીર સિંહની ફિલ્મ 83નું પણ શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે ગયા માર્ચ કે એપ્રિલ મહિનામાં રિલિઝ પણ થવાની હતી પણ લોકડાઉનના કારણે તે રિલિઝ નહોતી થઈ શકી.

આ ફિલ્મ 83ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. અને રણવીરે આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે અને તેની સાથે દીપિકા પાદુકણ પણ કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. આમ પહેલીવાર આ બન્ને ઓફ સ્ક્રિન કપલ ઓનસ્ક્રીન પર પણ પતિ-પત્ની તરીકે જોવા મળશે. લગ્ન બાદ તેમની આ પ્રથમ ફિલ્મ હશે જેમાં તે બન્ને એક સાથે પતિ-પત્ની તરીકે રોમાન્સ કરતા જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version