રણવીર સિંહ પોતાના અભિનયની સાથે સાથે તેના લુક્સને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે. તેના વિશે સોશિયલ મીડિયામાં કોઈને કોઈ સમાચાર આતવતા રહે છે. એવામાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહને ગુરુવારે મુંબઈમાં જોવા મળ્યો હતો. જેમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમ્યાન અભિનેતા સિગ્નલ પર કારમાંથી ઉતરતો જોવા મળ્યો હતો. હકીકતમાં એક બાઇક સવાર રણવીરની કારને બાજુમાંથી ટક્કર મારી હતી. ત્યારબાદ અભિનેતાએ કારથી નીચે ઉતરીને જોયું હતું કે પોતાની ગાડીને કેટલું નુકસાન થયું હતું. બાદમાં તે એક બિલ્ડિંગની બહાર પણ જોવામાં આવ્યો હતો.
કારને કોઈ ખાસ નુકસાન થયું નથી
જો કે, કાર જોઈને બતાવવામાં આવ્યું છે કે તેની કારને કોઈ ખાસ નુકસાન થયું નથી. કારમાં ખૂબ સામાન્ય સ્ક્રેચેસ છે. વીડિયો મુંબઇના બાંદ્રા વિસ્તારનો છે, જ્યાં અકસ્માત થયો હતો. જે બાદ અભિનેતા કારમાંથી નીચે ઉતરીને કારની તપાસ કરી રહ્યો છે.
પરંતુ, આ દરમિયાન, લોકોએ તેમનો પ્રિય સ્ટાર જોતાંની સાથે જ ત્યાં ભીડ એકઠી થવા લાગી. આવી સ્થિતિમાં રણવીર પાછો ગયો અને તેની કારમાં બેસી ગયો. આ વીડિયો જેમાં અભિનેતા સંપૂર્ણ રીતે ઠીક છે.
બીજી તરફ, રણવીર સિંહના ચાહકો વાયરલ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
રોહિત શેટ્ટીની ફિલ્મ અંગૂર રણવીર સિંહ કરી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે આ સમયે રણવીર સિંહ સમાચારોમાં છે. હાલમાં ઓનલાઈન રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીની ફિલ્મ અંગૂર રણવીર સિંહના હાથમાં આવી છે. આ ફિલ્મ અભિનેતા સંજીવ કુમારની 1982 માં રિલીઝ થયેલી ફિલ્મની રીમેક છે.
224 કરોડ રૂપિયાથી પણ વધુની પ્રોપર્ટી
રણવીર સિંહની લાઇફ સ્ટાઇલ લક્ઝૂરિયસ છે. તેમની પાસે 224 કરોડ રૂપિયાથી પણ વધુની પ્રોપર્ટી છે. તેમને લક્ઝૂરિયસ કારનો પણ શોખ છે. તેમની પાસે આલિશાન 3 બંગલા છે. તેમણે 10 વર્ષમાં 13 ફિલ્મોમાં કામ કર્યું. ત્રણ વર્ષ સંઘર્ષ કર્યાં બાદ તેમને 2010માં ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ ’83’માં ક્રિકેટર કપિલદેવની ભૂમિકા ભજવશે.
રણવીરનો ગોવામાં 9 કરોડનો બંગલો
2018માં રણવીરે દીપિકા પાદુકોણ સાથે ઇટલીમાં ધૂમધામથી લગ્ન કર્યાં હતા. ત્યારબાદ બેંગલુરુ તથા મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને સગાસંબંધીઓ માટે ગ્રાન્ડ રિસ્પેશન યોજ્યું હતું. રણવીરનો ગોવામાં 9 કરોડનો બંગલો છે. આ સિવાય 10-10 કરોડના ગોરેગાંવ મુંબઇમાં તેમનો એક-એક ફ્લેટ છે. પ્રભાદેવી મુંબઇમાં સી- ફેસિંગ એક ફ્લેટ છે. આ ફ્લેટને તેમણે 13 કરોડમાં ખરીદ્યો હતો.
Aston martin કાર
તેમના ગેરાજમાં Aston martin નો પણ સમાવેશ થાય છે. જે કાર પોતાના પાવરફુલ ઇંજન અને સ્પીડના કારણે ઓળખાય છે. આ કારની કિમત ભારતીય બજારમાં 3.9 કરોડ રુપિયા છે. આ સિવાય રણવીર પાસે એક વિન્ટેજ મોટર સાઇકલ છે, જેની કિંમત 6.8 લાખ છે. રણવીર પાસે જે એસ્ટર્ન માર્ટિન કાર છે. જે જેમ્સ બોન્ડ ફિલ્મમાં જોવા મળતી કલ્ટ કાર છે. જે રીતે રણવીર પાસે કારનું કલેકશન છે. તેવી જ રીતે તેમની પાસે જૂતાનું પણ શાનદાર કલેકશન છે. તેમની પાસે 1 હજાર જૂતા છે. જેની કિંમત 68 લાખથી પણ વધુ છે.
રણવીર સિંહે ગયા વર્ષે ખરીદી હતી
રણવીરે ગયા વર્ષે કાર લેમ્બોર્ગિની ખરીદી હતી. આ કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ઈમરાન હાશ્મીએ પણ ગયા વર્ષે જુલાઈમાં સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી હતી. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. બીજી તરફ મલ્લિકાએ લેમ્બોર્ગિની અવેન્ટાડોર એસવી કાર થોડાં વર્ષ પહેલાં ખરીદી હતી. આ કારમાં V12 એન્જિન લાગેલું છે અને આ કાર 2.9 સેકેન્ડ્સમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. આમ બોલિવૂડમાં ત્રણ સેલિબ્રિટી પાસે આ કાર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત