21મી જૂને છે સૂર્ય ગ્રહણ, જાણો કઇ રાશિ માટે છે શુભદાયી અને કઇ રાશિ માટે સાબિત થશે અશુભ

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે 21મી જૂને, 12 કલાક પહેલા લાગી જશે સૂતક, આ રાશિઓ માટે સાબિત થશે શુભદાયી

વર્ષનું પ્રથણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ 21મી જૂને થઈ રહ્યું છે. ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 9 વાગીને 15 મિનિટથી શરૂ થઈને 3 વાગનીને 4 મિનિટ સુધી ચાલશે.

image source

બપોરે 12 વાગીને 10 મિનિટે સૂર્ય ગ્રહણ પોતાના ચરમ પર હશે. જ્યારે સૂતક ગ્રહણના એક દિવસ પહેલા એટલેકે 20 જૂનની રાત્રે 9 વાગીને 15 મિનિટે શરૂ થશે જે ગ્રહણ પુરુ થશે ત્યાં સુધી ચાલશે. ભારતમાં આ સૂર્યગ્રહણ જોવા મળવાનું છે માટે અહીં સૂતક લાગુ પડશે. તમે સારી રીતે જાણતા હશો કે સૂતક દરમિયાન પૂજા-અર્ચના નથી કરી શકાતા.

image source

સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ રવિવારે બપોરે 3 વાગ્યાથી મંદીરોના કપાટ ખુલશે. આ સુર્ય ગ્રહણ એશિયા, આફ્રિકા તેમજ દક્ષિણ પૂર્વ યુરોપમાં જોવા મળશે. માટે દેશના લગભગ બધા જ મંદીરો સુર્ય ગ્રહણ દરમિયાન અને તેના 12 કલાક પહેલા બંધ રહેશે. જ્યોતિષ શાસ્ત્રી દ્વારા જાણવા મળ્યું છે કે 21 જૂને થનારું આ વર્ષનુ પહેલું સૂર્યગ્રહણ મૃગરાશિ નક્ષત્રમાં થશે. સૂર્ય ગ્રહણના દિવસે 6 ગ્રહ શનિ, ગુરુ, શુક્ર, બુધ, વક્રી થશે. રાહુ, કેતુ વક્રી રહે છે.

image source

સૂર્ય ગ્રહણમાં 30 દિવસની અંદર ગ્રહણની નકારાત્મક અસરના કારણે પૃથ્વી પર કુદરતી આફત, ભૂકંપ, સમુદ્રી તોફાન, પૂર વિગેરે ઉપરાંત સરહદ પર ઘર્ષણ વિગેરે થઈ શકે છે. ગ્રહણ મેષ, સિંહ, કન્યા અને મકર રાશી માટે શુભ સાબિત થશે તેવું જણાઈ રહ્યું છે જ્યારે અન્ય રાશિના જાતકો માટે તેની અસર અશુભ રહેશે.

image source

જ્યોતિશ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમણે 21મી જૂને થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ઘણા કલાકો સુધી ચાલશે.. કાશીના સમય પ્રમણે સૂર્યગ્રહણનો સ્પર્શ સવારે 10.31 વાગ્યાથી થશે જ્યારે ગ્રહણનું મધ્ય બપોરે 12.18 વાગે અને મોક્ષ બપોરે 2.04 કલાકે થશે. આમ સમગ્ર દેશના શહેરોનો સમય થોડો થોડો બદલાયેલો રહેશે. તેઓ જણાવે છે કે સૂર્ય ગ્રહણનું સુતક. 12 કલાક પહેલા જ શરૂ થઈ જશે. ગ્રહણનું સૂતક શનિવારની રાત્રે 10.31 વાગ્યાથી શરૂ થઈ જશે. જોકે આ સમયને લઈને દેશના વિવિધ વિસ્તારો વચ્ચે થોડાક સમયનો ફરક રહી શકે છે.

ગ્રહણ દરમિયાન કરો જાપ

image source

જ્યોતિશ શાસ્ત્રીઓ જણાવે છે કે ગ્રહણ દરમિયાન મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ભગવાન શિવ અને વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ. સૂતક કાળમાં દેવી દેવતાઓની મૂર્તિઓને અડવી પણ ન જોઈએ, સૂતક કાળથી ગર્ભવતિ મહિલાઓએ કાપવા તેમજ સિલાઈ વિગેરેથી બચવું જોઈએ. સૂતક કાળ પહેલા ખાવાપીવાની વસ્તુઓમાં તુલસી ચોક્કસ નાખો.

આવું દેખાશે સૂર્ય ગ્રહણ

image source

આ સૂર્ય ગ્રહણ એક ચમકતી સોનાની રીંગની જેમ જોવા મળશે. આ ખગોળીય ઘટનામાં ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સૂર્યની માત્ર કીનારીઓ જ દેખાય છે જે જાણે કોઈ ચમકતી સોનાની રીંગ જેવી લાગે છે. વાસ્તવમાં આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હોય છે. જો કે આ ઘટનાને નગ્ન આંખોએ ન જોવી જોઈએ. તેના માટે તમારે સોલર ચશ્મા, ટેલિસ્કોપ, પિન હોલ કેમેરા, સૂર્યગ્રહણ પ્રોજેક્ટર, સોલર દૂરબીન આ બધામાંથી કોઈ એકનો ઉપયોગ કરવો જોઈએ.

Source : Amarujala

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત