ડિવોર્સ પછી પણ રશ્મિ દેસાઈને થયો આટલી વાર પ્રેમ, પણ દર વખતે મળ્યો પ્રેમમાં દગો, જેમાં એક વાર તો થયું કંઇક એવું કે…

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ કરિયરમાં ભલે સક્સેસફુલ હોય પણ એમની પર્સનલ લાઈફ ખાસ કરીને લવ લાઈફ હંમેશા ડિસ્ટર્બ જ રહી છે. રશ્મિએ ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા પણ વિવાહિત જીવનમાં પણ એમને પ્રેમ ન મળ્યો અને થોડાક વર્ષોમાં એમના ડિવોર્સ થઈ ગયા. એ પછી એમના જીવનમાં ત્રણ એકટર આવ્યા, એમમે લાઈફમાં પ્રેમ તો મળ્યો પણ એમના પ્રેમની ઉંમર દર વખતે બહુ ટૂંકી રહી.

થોડા દિવસ ડેટ કર્યા પછી નંદીશ સંધુ સાથે કરી લીધા હતા લગ્ન.

image soucre

રશ્મિ દેસાઈ પોપ્યુલર ટીવી શો ઉતરનના સેટ પર નંદીશ સંધુને મળી હતી. આ શો દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા પણ લગ્નના એક વર્ષમાં જ બંને વચ્ચે ઝગડા શરૂ થઈ ગયા અને 4 વર્ષમાં જ આ લગ્ન તૂટી ગયા. રશ્મિએ ડિવોર્સ માટે નંદીશ સંધુની અન્ય છોકરીઓ સાથેની મિત્રતાને કારણ બતાવ્યું હતું.

બ્રેકઅપ પછી 10 વર્ષ નાના લક્ષ્ય સાથે થઈ ગયો પ્રેમ

image soucre

ડિવોર્સ પછી રશ્મિ દેસાઈ ઇમોશનલી ઘણી જ તૂટી ગઈ હતી. એવામાં રશ્મિને લક્ષ્યએ ઇમોશનલી ઘણો જ સ્પોર્ટ આપ્યો. બંનેની મુલાકાત ટીવી સિરિયલ અધૂરી કહાની હમારીના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન એકબીજાના મેકઅપ રૂમમાં ઘણો સમય સાથે પસાર કરતા હતા. જો કે બંનેએ ક્યારેય પબ્લિકલી પોતાના સંબંધનો સ્વીકાર નથી કર્યો પણ બંને એકબીજાને પ્રેમમાં પાગલ હતા.પણ રશ્મિની માતાને એમના અને લક્ષ્યના સંબંધ સ્વીકાર નહોતા કારણ કે લક્ષ્ય એમનાથી લગભગ 10 વર્ષ નાના હતા પણ રશ્મિ લક્ષયને છોડવા માટે તૈયાર નહોતી. આખરે ઘરવાળાએ એમને લક્ષ્ય કે ઘરમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહી દીધું. રશ્મિએ લક્ષયને પસંદ કર્યો અને પોતાનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ અને એક ભાડાના મકાનમાં લક્ષ્ય સાથે રહેવા લાગી પણ જેના માટે રશ્મિએ પોતાના પરિવારને પણ છોડી દીધો એની સાથે પણ એમનો સંબંધ લાંબો ન ટક્યો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

અરહાન ખાન સાથે લગ્ન સુધી પહોંચી ગઈ હતી વાત પણ અરહાને આપ્યો દગો.

image soucre

એ સિવાય રશ્મિએ ડાયમંડ વેપારીમાંથી એકટર બનેલા અરહાન ખાનને પણ ડેટ કર્યા હતા. અરહાન ખાને અમુક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું હતું અને એ ટીવી પર બડો બહુ સીરિયલમાં દેખાયા હતા. અરહાન અને રશ્મિની મુલાકાત વર્ષ 2017માં થઈ હતી. પહેલા બંને સારા મિત્રો બન્યા પછી એમની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ. અરહાને બિગ બોસના ઘરમાં રશ્મિ દેસાઈને પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. બંને લગ્ન કરવાના હતા. ઓન એ દરમિયાન બિગ બોસમાં ખુદ સલમાન ખાને અરહાન ખાનની પોલ ખોલી દીધી. અરહાન પહેલેથી પરણિત અને એક બાળકના પિતા હતા પણ રશ્મિથી એમને આ વાત છુપાવી હતી. અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અમૃતા ધનોઆએ પણ એમના વિરુદ્ધ ઘણી બધી વાતો જણાવી. એ પછી શોમાં આ કપલ વચ્ચે એટલી અનબન થઈ ગઈ કે બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. આ રીતે ફરી એકવાડ રશ્મિ સિરિયસ રિલેશનશિપમાં પડતા પડતા રહી ગઈ.

સિદ્ધાર્થ શુકલા સાથે પણ હતું અફેર.

image socure

સિરિયલ દિલ સે દિલ તક દરમિયાન સિદ્ધાર્થ શુકલા સાથે પણ રશ્મિ દેસાઈ નજીક આવી હતી. બંને એટલા નજીક આવી ગયા હતા કે એમની વચ્ચેની કેમેસ્ટ્રી ટીવી પર પણ સાફ દેખાવા લાગી હતી. રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ રશ્મિ દેસાઈને લઈને ઘણા સિરિયસ હતા. કહેવાય છે કે વર્ધ 2016માં જ્યારે સિદ્ધાર્થ શુક્લાએ નવી કાર ખરીદી હતી તો એ સૌથી પહેલા રશ્મિ દેસાઈને પોતાની કારમાં ડ્રાઈવ પર લઈ ગયા હતા. એટલું જ નહીં આ જ કારમાં બંને 3 દિવસ માટે લોનાવાલા હોલીડે પર પણ ગયા હતા. પણ સિદ્ધાર્થની સાથે પણ રશ્મિનો સંબંધ લાંબો ન ટક્યો. કહેવાય છે કે થોડા દિવસમાં જ બંને વચ્ચે કોઈને કોઈ વાતને લઈને ઝગડા થવા લાગ્યા. ક્યારેક તો સેટ પર પણ બંને ઝગડી પડતા હતા. એમની વચ્ચે વધતા ઝગડાના કારણે સિદ્ધાર્થને આ શો છોડવો પડ્યો હતો. એ પછી બિગ બોસ હાઉસમાં બંનેના જબરજસ્ત ઝગડા તો બધાએ જોયા જ છે.

લવ લાઈફને કારણે પરિવારે પણ છોડી દીધો સાથ.

image soucre

પોતાની લવ લાઈફને કારણે જ રશ્મિનો પોતાની ફેમીલી સાથે પણ ઘણા લાંબા સમય સુધી વિવાદ રહ્યો. એમની ફેમિલીએ એમની સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા હતા. પણ બિગ બોસમાં આવ્યા પછી એમનો પરિવાર ફરી એકવાર એમની સાથે આવી ગયો છે.

image soucre

આ રીતે રશ્મિને પોતાની લાઈફમાં ઘણી વાર પ્રેમ મળ્યો પણ એમના પ્રેમની ઉંમર ખૂબ જ ઓછી રહી છે પણ એક્ટ્રેસ આજે પોતાના ભૂતકાળની બધી વાતો ભુલાવી ચુકી છે.અને લાઈફમાં મુવ ઓન કરી ચુકી છે. આજે એ સિંગલ છે અને ખૂબ જ ખુશ પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *