કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખૌફ, નવી રસી બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈને હડકંપ મચ્યો છે. જેને લઈને વૈજ્ઞાનિકો પણ સતર્ક બન્યા છે. તો બીજી તરફ હવે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રીકામાં આ નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા બાદ ઘમા દેશોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન હવે ઓક્સફોર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રેજેનેકાના વૈજ્ઞાનિક સંયુક્ત રૂપથી આ નવા સ્ટ્રેન સામે લડવા નવી કોરોના રસી બનાવવા કામે લાગ્યા છે.

image source

વૈજ્ઞાનિકો નવી કોરોના રસી બનાવવામાં લાગ્યા

સામે આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકા કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે લડવા અસરકારક વેક્સિન બનાવવાના ક્રમમાં પોતાની ટેક્નિકને નવી રીતે તૈયાર કરવા માટે શોધમાં લાગ્યા છે. વૈજ્ઞાનિક આ પ્રયત્નોમાં લાગ્યા છે કે તે કેટલી જલ્દી પોતાની chAdOx રસી પ્લેટફોર્મને નવી રીતે તૈયાર કરે. જેથી નવી અસરકારક રસી બનાવી શકાય.

image source

બ્રિટનના પ્રધાનમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તરફથી કહેવામાં આવ્યુ છે કે સાવધાનીપૂર્વક વેક્સિનની ઈમ્યુનિટી પાવર પર પડનાર નવા કોરોના વાયરસના રૂપના પ્રભાવનું આંકલન કરી રહ્યા છે. સાથે એ વાતનું પણઆંકલન કરી રહ્યા છે કે કેવી રીતે નવી રીતથી કોરોનાની વેક્સિન જલ્દી બનાવી શકાય. તો બીજી તરફ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ બુધવારે કહ્યુ કે દેશની દવા નિયામક એજન્સીઓ પૂરી રીતે તૈયાર છે. જેથી કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે લડવા તૈયાર કરવામાં આવી રહેલી નવી વેક્સિનને મંજૂરી આપી શકાય.

image source

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,223 નવા કેસ

ભારતમાં હાલમાં વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હજી કોરોનાથી છૂટકારો મળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,223 નવા કેસ નોંધાયા છે. જે બાદ ભારતમાં કોરોનાના કેસનો કુલ આંક 1,06,10,883 પર પહોંચી ગયો છે. જો આપણે કોરોનાથી મોતને ભેટેલા લોકોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસથી 151 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાવાયરસથી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 1,52,869 પર પહોંચી ગઈ છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના નવા કેસ કરતાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધારે છે. છેલ્લા 24 કલાકમાં 19,965 લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે ભારતમાં કુલ 1,02,65,706 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત