કોરોના રસી બાબતે નેતાઓએ પણ લડી લીધું, આ નેતાએ કહ્યું: ‘સૌથી પહેલા રસી PM મોદી લે તો બીજા લેશે!

ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં રાજનીતિ હવામાં ભળી ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોઈપણ નવી વસ્તુ આવે એટલે ભારતના નેતા જાણે ખુશીમાં આવી જાય કારણ કે રાજનીતિ કરવાનો એક મોકો મળી જાય. ત્યારે હાલમાં કોરોનાની રસી આવી રહી છે અને એમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

image source

હાલમાં કોરોના વાયરસની વેક્સીનને લઈને દેશમાં ખૂબ જ રાજનીતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે એને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી બાદ બિહાર કોંગ્રેસના ધારાસભ્ય અને નેતા અજીત શર્માએ સરકાર સામે એક અનોખી જ માંગણી કરી છે અને બધાને ચોંકાવી દીધા છે.

image source

હાલની પરિસ્થિતિ જોતા દેશમાં બે વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની કોરોના વેક્સીન સામેલ છે. મંજૂરી મળ્યા બાદથી જ રાજકિય નિવેદનો આવી રહ્યા છે. જો વિગતે વાત કરીએ કે કેવું કેવું રાજકારણ ચાલે છે તો ભાગલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા અજીત શર્માએ માંગ મૂકી છે કે પીએમ મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવો જોઈએ જેનાથી લોકો વચ્ચે આ વેક્સીનને લઈને વિશ્વાસ વધશે.

image source

હવે આ વાત ચારેબાજુ ખુબ જ ચર્ચામાં આવી છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ આ વાતમાં તો રાજનીતિ ના કરો. વાત કરતા અજીત શર્માએ કહ્યું કે, જેવી રીતે અમેરિકા તથા રશિયાના રાષ્ટ્રપ્રમુખોએ પોતે વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો, એવી જ રીતે પીએમ મોદીએ પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવો જોઈએ જેથી જનતાની વચ્ચે વિશ્વાસને વધારી શકાય.

image source

માત્ર આટલી વાત કરીને જ નેતાજી અટકી ગયા નથી. અજીત શર્માએ વેક્સીનનો શ્રેય કોગ્રેસને આપ્યો અને વાત કરી કે જે બે કંપનીઓને વેક્સીનની મંજૂરી મળી છે, તે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી. તો વળી બીજી તરફ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના ભાઈ અને ચાચૌડાથી કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે પણ અજીત શર્મા જેવી જ માંગણી કરી છે અને કહ્યું છે કે કોવિડ વેક્સીનને લઈને અનેક ભ્રમ છે.

image source

સારું રહેશે પ્રધાનમંત્રી અને તમામ મુખ્યમંત્રી, વરિષ્ઠ અધિકારી પહેલા ડોઝ લઈ લે. બધું સારું રહેશે તો જનતા પણ ડોઝ લગાવી લેશે. હવે આ નેતાની વાત પણ ચોમેર ચર્ચાઈ રહી છે. જો કે આ બે જ નેતા વેક્સિન વિશે કંઈ બોલ્યા હોય એવું નથી. આ પેહલા પણ કઇક નેતા રસી વિશે વાત કરી ગયાં છે. આનંદ શર્મા, શશિ થરૂર અને જયરામ રમેશ સહિતના કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ આ લિસ્ટમાં સામેલ છે.

image source

એમાં પણ જો શરૂઆતની વાત કરીએ તો રાજકારણ રમવાની શરૂઆત સપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરી હતી. તેમણે શનિવારે કહ્યું કે હાલ હું રસી મૂકાવતો નથી. હું ભાજપની રસી પર કેવી રીતે ભરોસો કરું? જ્યારે રાજ્યમાં અમારી સરકાર બનશે તો બધાને મફતમાં રસી મૂકવામાં આવશે. પરંતુ હાલ તો અમે ભાજપની રસી મૂકાવી શકીએ નહીં. પણ હાલમાં અમદાવાદમાં કોરોના એકદમ હળવો થઈ ગયો છે.

image source

અમદાવાદામાં દિવાળી બાદ વધેલા કોરોનાનો કહેર મંદ ગતિએ આવ્યો છે. કોરોનાના કેસો ફરી એકવાર ઘટતાં તબીબોમાં રાહત મળી છે. AMCએ નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. તો અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 100% બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં તેમજ કોરોનાના દર્દીઓ ન આવતા હોવાથી ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. તો આ એક સારા સમાચાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત