Site icon News Gujarat

સુવિધા / સરકારે વેક્સીનેશનના નિયમોને લઈને કર્યો મોટો ફેરફાર, હવે 18-44 વર્ષના લોકોને માટે મળશે રાહત

કેન્દ્ર સરકારે આજે વેક્સીનેશનના નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. 18-44 વર્ષના લોકોને વેક્સીનેશનને માટે રાહત મળી છે. આ લોકોને લઈને સરકારે કહ્યું કે હવે આ માટે કોઈ એપોઈન્ટમેન્ટની જરૂર રહેશે નહીં. નવા નિયમ અનુસાર લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈને નામ નોંધાવી શકે છે. આ સિવાય હાલમાં સરકારી વેક્સીનેશન સેન્ટર પર પણ નામ નોંધાવવાની સુવિધા મળી શકે છે.

કેન્દ્રએ તમામ રાજ્યોને આપી છે સૂચના

image source

કેન્દ્રે તમામ રાજ્યોને સૂચના આપી છે જેનાથી તેમને વેક્સીન સેન્ટર પર જ નોંધણી કરવાની સુવિધા શરૂ કરવાનું જણાવ્યું છે. સરકારે કહ્યું કે હવે રાજ્યો પર નિર્ણય છોડ્યો છે. તેઓ તેને લાગૂ કરશે તો આ કામ સરળ બનશે.

વેક્સીનનો બગાડ અટકાવવામાં મળશે મદદ

શનિવારે કેન્દ્રએ કહ્યું કે સરકારે વેક્સીનેશનને લઈને વધારે એક પગલું લીધું છે. ખાનગી અને સરકારી કચેરીમાં વેક્સીનેશનને લઈને જે મંજૂરી અપાઈ હતી તેને ફરીથી કર્મચારીઓ અને તેમના પરિવારને માટે પણ શરૂ કરાઈ છે. સરકારનું લક્ષ્ય વધુને વધુ લોકોને વેક્સીન આપવાનું છે.

image source

ગુજરાતમાં નિયમ લાગૂ નહીં થાય-જયંતિ રવિ

આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતને લઈને કહ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે ગુજરાતનાં ૧૮ થી ૪૪ વર્ષના બધાને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે.

image source

રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે કાયમ રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version