Site icon News Gujarat

રસી લીધા બાદ કોરોના થયો? ગુજરાતના આ મંત્રીશ્રીએ વેક્સિન લીધી છતાં કોરોના થયો

કોરોનાએ ફરી રાજ્યમાં તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજરીય પાર્ટીઓ અને લોકોએ દાખવેલી બેદરકારીએ ફરી કોરોનાને આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. થયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહમાં પણ તેઓ હાજર રહ્યા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે રૂપાણી સરકરામાં મંત્રી ઇશ્વર પટેલે હજુ બે દિવસ પહેલા જ 13મી માર્ચે અંકલેશ્વર ખાતે આવેલ સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. તો બીજી તરફ તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસોદરા, અંકલેશ્વર ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે.

image source

રસી લીધા બાદા તેમણે લોકોને સંદેશો પણ આપ્યો હતો કે, કોરોના વાયરસની આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી. તેમણે વધુમાં કહ્યું કે, આપણે બધા કોરોના મહામારી સામેની લડાઈમાં ત્યારે જ વિડયી બનીશું જ્યારે દરેક નાગરિક વેક્સિન લેશે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આપણા બધામાટે ગૌરવની વાત છે કે ભારતીય રસીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.

ઈશ્વર પટેલે વધુમાં કહ્યું કે, દેશમાં રસીકરણ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે મારી દરેક લોકોને નમ્ર અપીલ છે કે કોરોના રસી સ્વૈચ્છિક લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ. જો કે રસી લીધાના બે દિવસ બાદ ઈશ્વર પટેલ પોતે જ સંક્રમિત થયા છે.

તમને જણાવી દઈએ કે,ગુજરાત રાજ્ય મંત્રીમંડળના સ્ટાફમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તમને જણાવી દઈએ કે, રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નથી. તો બીજી તરફ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફમાં પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનિય છે કે આ પહેલા વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

મંત્રી ઈશ્વર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમને સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમનાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં. ત્યાર બાદ યુ.એ મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતાં.

image source

આ ઉપરાંત મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતાં. હાલમાં કોરોનાએ ફરી આક્રમક સ્વરૂપ બતાવ્યું જેને લઈને સરકારે નાઈટ કર્ફ્યૂ ફરી લાગુ કરી દીધો છે. આ ઉપરાંત અમદાવાદમાં કેટલીક જગ્યાએ ખાણીપીણીના બજારો પણ બંધ કાવવામાં આવ્યા છે અને હાલમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટી20 સિરીઝ પણ પ્રેક્ષકો વિના રમાડવાનો નિર્ણય કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version