અમદાવાદમાં રસી લીધા બાદ કેટલાક આરોગ્ય કર્મીઓમાં જોવા મળી આડઅસર

સમગ્ર ભારતમાં 16 તારીખથી કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીએ આ રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. નોંધનિય છે કે આ રસી લીધા બાદ દેશમાં ઘણી જગ્યાએ સાઈડ ઈફેક્ટ થયાના કેસ સામે આવ્યા છે. જો આ અંગે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં રસી લીધાના 48 કલાક બાદ અમદાવાદમાં કેટલાક લોકોને આડઅસર જોવા મળી છે. આ અંગે એક વેબપોર્ટલે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમા સામે આવ્યું છે કે અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને સાઈડ ઈફેક્ટ જોવા મળી છે.

image source

માથાના દુઃખાવાની વધુ ફરિયાદ સામે આવી

જે લોકોને રસી લીધા બાદા સાઈડ ઈફેક્ટ જોવા મળી છે તેમા ઉલટી, અશક્તિ અને હાથ પર દુઃખાવો જેવી ફરિયાદો સામે આવી છે. આ સિવાય માથાનો દુઃખાવાની વધુ ફરિયાદ સામે આવી રહી છે. આ અંગે અમદાવાદની સોલા હોસ્પિટલમાં આસી પ્રોફેસર પેથોલોજીમાં ફરજ બજાવતા ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિવસમાં કોઈ ખાસ આડઅસર તેમને જોવા મળી નથી. રવિવારે સાંજે માથામાં દુઃખાવાની ફરિયાદ હતી. પરંતુ તે નોર્મલ હતુ વધારો કોઈ અસર જોવા મળી નહોતી. જેના માટે તેમણે દવા લીધી હતી જેનાથી તેમને રાહત મળી ગઈ હતી. જેને કોઈ ખાસ આડઅસર ગણી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે આમ તો સામાન્ય રીતે આપણે માથુ દુખવાની ઘણીવાર ફરિયાદ રહેતી હોય છે, જેથી ઓ કોઈ વધુ ગંભીર બાબત ન ગણી શકાય.

image source

વેક્સિન લઈએ તો નાના મોટી અસર થાય છે

તો બીજી તરફ અમદાવાદ મનપાના હેલ્થ વિભાગના વડા અને DYMC ડો. ઓમપ્રકાશે એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું કે કેટલાક લોકોને વેક્સીન લીધા બાદ સાઈડ ઈફેક્ટની ફરિયાદો મળી છે. જેમ જેમ ફરિયાદો આવી રહી છે તેમ તેમ તેને અમે સ્ક્રુટોનિગ કરી કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે સામાન્ય લક્ષણો જેવા કે માથાનો દુખાવો, હાથ પર દુઃખાવો થવો એવી સમસ્યા સામે આવી છે કોઈ મોટી આડ અસર હજુ સુધી જોવા મળી નતી. નોંધનિય છે કે કોઈ પણ વેક્સિન લઈએ તો નાના મોટી અસર થાય છે. આ દરમિયાન બે થી ચાર લોકો એવા છે જેમને થોડી મોટી કહી શકાય તેવી ફરિયાદ જોવા મળી છે.

image source

કોઈને પણ મોટી સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી

તમને જણાવી દઈએ કે ગયા શનિવારથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમા અત્યાર સુધીમાં કોઈને પણ મોટી સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. નોંધનિય છે કે શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 161 રસીકરણ કેન્દ્રો પર રસી આપવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ રસીકરણની શરૂઆત સૌથી પહેલા સિનિયર તબીબોથી કરાઇ હતી, જેમા અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત